Top News Main

યુક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, કિવથી પરત ફરતા રશિયાના હુમલામાં ગોળી વાગી

કિવ: યુક્રેન યુદ્ધમાં ભારત માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. રાજધાની કિવથી પરત ફરી રહેલા એક ભારતીય વિદ્યાર્થીને રશિયાના હુમલા દરમ્યાન ગોળી વાગી જતા ગંભીર રીતે ઘાયલ થયા છે. જેથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે અડધા રસ્તેથી પરત કિવ લઇ જવામાં આવ્યો હતો. પોલેન્ડમાં હાજર કેન્દ્રીય રાજ્ય મંત્રી વીકે સિંહે કહ્યું કે અમે વધુને વધુ ભારતીય વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તેમજ રશિયન હુમલાના ગોળી વાગવાથી ઘાયલ થયેલા વિદ્યાર્થીની ઓળખ મેળવવામાં આવી રહી છે. તેઓ સતત આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

  • યુક્રેનમાં યુદ્ધ વચ્ચે ભારત માટે ખરાબ સમાચાર
  • રશિયાએ હુમલો કરતા ભરતીય વિદ્યાર્થીને ગોળી વાગી
  • વિદ્યાર્થીને સારવાર માટે ફરી કિવ લઇ જવાયો

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતીય વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. 1 માર્ચે રશિયાએ યુક્રેનના ખાર્કિવમાં હવાઈ હુમલો કર્યો હતો. આ વિદ્યાર્થીનું નામ કર્ણાટકના રહેવાસી નવીન શેખરપ્પા હતું. નવીનના સાથીઓએ જણાવ્યું કે તે કેટલીક વસ્તુઓ લેવા માટે સુપરમાર્કેટ ગયો હતો. આ દરમિયાન થયેલા હુમલામાં તેનું મોત થયું હતું. આ ઉપરાંત પંજાબના ચંદન જિંદાલ નામના 22 વર્ષના વિદ્યાર્થીનું બુધવારે મૃત્યુ થયું હતું. જોકે, ચંદનનું મૃત્યુ હુમલામાં નહીં પરંતુ બીમારીના કારણે થયું હતું. ચંદનને બ્રેઈન સ્ટ્રોક આવતા યુક્રેનની વિનિત્સા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલનાં આઈસીયુમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન બુધવારે ચંદનનું મોત નીપજ્યું હતું. 7 ફેબ્રુઆરીના રોજ તેમના પિતા શિશન કુમાર જિંદાલ અને કાકા કૃષ્ણ કુમાર જિંદાલ તેમના એકમાત્ર પુત્રની સંભાળ લેવા યુક્રેન ગયા હતા કે ત્યાં અચાનક યુદ્ધ શરૂ થયું. કાકા કૃષ્ણ કુમાર જિંદાલ 1 માર્ચની રાત્રે બરનાલા પરત ફર્યા હતા. જો કે, પિતા શીશન કુમાર જિંદાલ હજુ પણ પુત્રની સારવાર માટે ફસાયેલા હતા. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેઓ વિદ્યાર્થીના મૃતદેહને ભારત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ આપણા નાગરિકો માટે એડવાઈઝરી જારી કરે છે. દૂતાવાસે અગાઉ કિવ અને ખાર્કિવ છોડીને કોઈ પણ સંજોગોમાં બીજે ક્યાંક પહોંચવાની અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે યુક્રેનના પડોશી દેશોમાં ભારતીય નાગરિકોને બચાવવા માટે ભારત સરકારે તેના 4 કેન્દ્રીય મંત્રીઓને કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ અને જનરલ (નિવૃત્ત) વીકે સિંહનો મોકલવામાં આવ્યા છે. વીકે સિંહને મિશન ગંગા ચલાવવાની જવાબદારી માટે પોલેન્ડ મોકલવામાં આવ્યા છે. અગાઉ વીકે સિંહ પોલેન્ડમાં ગુરુદ્વારા સિંઘ સાહિબ ખાતે રોકાયેલા 80 ભારતીય વિદ્યાર્થીઓને પણ મળ્યા હતા.

Most Popular

To Top