Gujarat

ભારત પાંચ ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે: નાણામંત્રી નિર્મલા સીતારમણ

નવી દિલ્હી: કેન્દ્રીય નાણામંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારત 2027-28 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરથી (Five trillion dollars) વધુની જીડીપી (GDP) સાથે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા (Economy) બની જશે. નાણામંત્રીએ કહ્યું કે હાલમાં 50 કરોડથી વધુ ભારતીયોના બેંક ખાતા છે. જ્યારે 2014માં આ સંખ્યા 15 કરોડ હતી. તેમજ ભારતને છેલ્લા 8-9 વર્ષમાં $595 બિલિયનનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) મળ્યું છે.

  • વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન સીતારામણે કહી મોટી વાત
  • ભારત નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે
  • છેલ્લા આઠ-નવ વર્ષમાં 595 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે
  • ભારતને 2023 સુધીના 23 વર્ષમાં $919 બિલિયનનું વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પ્રાપ્ત થયું છે

વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં નાણામંત્રીએ વાત કરી હતી
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે રૂઢિચુસ્ત અંદાજ મુજબ પણ ભારતીય અર્થવ્યવસ્થાનું કદ વર્ષ 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચી જશે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને સંબોધતા સીતારમણે કહ્યું, “સંભવ છે કે આપણે નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જઈશું અને તે સમય સુધીમાં આપણો જીડીપી પાંચ ટ્રિલિયન ડૉલરને વટાવી જશે. એક અંદાજ છે કે વર્ષ 2047 સુધીમાં આપણી અર્થવ્યવસ્થા ઓછામાં ઓછા $3 ટ્રિલિયન સુધી પહોંચી જશે.”

હાલમાં ભારત લગભગ 3.4 ટ્રિલિયન ડોલરની જીડીપી સાથે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. હાલમાં અમેરિકા, ચીન, જાપાન અને જર્મની તેનાથી આગળ છે. ભારતીય અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષમાં 7.3 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે. જ્યારે ગયા નાણાકીય વર્ષમાં તેનો વિકાસ દર 7.2 ટકા હતો.

છેલ્લા આઠ-નવ વર્ષમાં 595 અબજ ડોલરનું વિદેશી રોકાણ આવ્યું છે
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2024 દરમિયાન સીતારામણે જણાવ્યું હતું કે ભારતને 2023 સુધીના 23 વર્ષમાં $919 બિલિયનનું વિદેશી ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) પ્રાપ્ત થયું છે. નાણામંત્રીએ કહ્યું કે આ એફડીઆઈના 65 ટકા એટલે કે 595 બિલિયન ડોલર નરેન્દ્ર મોદી સરકારના છેલ્લા આઠ-નવ વર્ષના કાર્યકાળ દરમિયાન આવ્યા છે. આ સાથે જ નાણાકીય વૃધ્ધિ સમાવેશનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બેંક ખાતા ધરાવતા લોકોની સંખ્યા વધીને 50 કરોડ થઈ ગઈ છે. જ્યારે 2014માં માત્ર 15 કરોડ લોકો પાસે બેંક ખાતા હતા.

Most Popular

To Top