World

લોંગ ડ્રાઈવના શોખીન ભારતીય બેંગકોક, થાઈલેન્ડ હવે કારથી જઈ શકશે

નવી દિલ્હી: આજકાલ લોકોમાં રોડ ટ્રીપનો (Road trip) ક્રેઝ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ટ્રેન કે વિમાનને બદલે રોડ ટ્રીપ પર જવાનુ વધારે પસંદ કરે છે. હવે થાઈલેન્ડ (Thailand) જેવા સુંદર દેશમાં ઉડ્ડયનને બદલે સડક મુસાફરી કરવાનું સપનું જલ્દી સાકાર થઈ શકે છે. મળતી માહિતી મુજબ ભારત-મ્યાનમાર અને થાઈલેન્ડને (India-Myanmar-Thailand) જોડતો બહુપ્રતિક્ષિત ત્રિપક્ષીય હાઈવે (Trilateral Highway) આગામી ચાર વર્ષમાં તૈયાર થઈ જશે. જો કે હાઈવેના ભારતીય અને થાઈલેન્ડ ભાગોનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે.

  • 1360 કિલોમીટર લાંબો અને 69 પુલનું નિર્માણ સામેલ
  • અટલ બિહારી વાજપેયી સરકાર દ્વારા પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો

બહુપ્રતિક્ષિત ત્રિપક્ષીય હાઈવે આગામી ચાર વર્ષમાં થશે તૈયાર
તાજેતરમાં કોલકાતામાં BIMSTEC દેશો (બાંગ્લાદેશ, ભૂતાન, ભારત, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા અને થાઈલેન્ડ)ની બે દિવસીય કોન્ફરન્સ યોજાઈ હતી. આ જ કોન્ફરન્સમાં ભાગ લેનાર મ્યાનમાર અને થાઈલેન્ડના મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ માહિતી આપી હતી કે આ રોડ પ્રોજેક્ટનું કામ આગામી ત્રણથી ચાર વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. હાઈવેના ભારતીય અને થાઈલેન્ડના ભાગોનું મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે મ્યાનમારમાં અસામાન્ય પરિસ્થિતિઓને કારણે બાંધકામ અટકી ગયું છે.

ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડની સંયુક્ત પહેલ
આ ત્રિપક્ષીય હાઈવે ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડની સંયુક્ત પહેલ છે. તેની લંબાઈ આશરે 1360 કિલોમીટર છે. ભારત મ્યાનમારમાં ત્રિપક્ષીય હાઇવેના બે વિભાગો બનાવી રહ્યું છે. તેમાં 120.74 કિમી કાલેવા-યાગી રોડ સેક્શન અને 149.70 કિમી તમુ-ક્યગોન-કલેવા (TKK) રોડ સેક્શન પર એપ્રોચ રોડ સાથે 69 પુલનું નિર્માણ સામેલ છે. આ બંને પ્રોજેક્ટને ભારત સરકાર દ્વારા મ્યાનમાર સરકારને ગ્રાન્ટ-ઇન-એઇડ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

એશિયાઈ દેશોમાં લોકો-થી-લોકોની કનેક્ટિવિટી સુધરશે
ભારત-મ્યાનમાર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટ એ ભારતની સૌથી મહત્વાકાંક્ષી ‘લૂક ઇસ્ટ પોલિસી’નો એક ભાગ છે. તે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય હાઇવે પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ પૂરો થયા બાદ ઉત્તર-પૂર્વ વિસ્તારની અર્થવ્યવસ્થામાં સુધારો થશે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી, ઉત્તર પૂર્વ ક્ષેત્ર અને મ્યાનમાર, થાઈલેન્ડ, હોંગકોંગ અને સિંગાપોર સહિત અન્ય એશિયાઈ દેશોમાં લોકો-થી-લોકોની કનેક્ટિવિટી સુધરશે. આનાથી આખરે ભારતના પ્રવાસન ક્ષેત્રમાં સુધારો થશે. ખાસ કરીને ચીનને ધ્યાનમાં રાખીને તે ભારતના પડોશીઓ જેમ કે મ્યાનમાર અને થાઈલેન્ડ સાથેના સંબંધોને સુધારવામાં મદદ કરશે.

ત્રિપક્ષીય હાઈવે પ્રોજેક્ટનો સૌપ્રથમ પ્રસ્તાવ અને એપ્રિલ 2002માં મ્યાનમારમાં ભારત, મ્યાનમાર અને થાઈલેન્ડની મંત્રી સ્તરીય બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો હતો. બાદમાં આ પ્રોજેક્ટ માત્ર કાગળ પર જ રહી ગયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા બાદ તેના પર કામ શરૂ થયું હતું.

Most Popular

To Top