Dakshin Gujarat

વાપીમાં વરરાજાએ કહ્યું ‘લગ્નના દિવસે એક લાખ આપો તો જાન લઇને આવીએ’

વાપી : વાપીના (Vapi) વટારમાં દમણની (Daman) પરિણીતાને દહેજમાં (Dowry) ૫૦ હજાર ઓછા આપ્યા તેના માટે લગ્નના ત્રણ માસમાં જ મેણા ટોણા મારી ત્રાસ આપતા પતિ તેમજ નણંદ સામે વાપી ટાઉન પોલીસ (Police) મથકમાં પરિણીતાએ ફરિયાદ આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • વાપીના વટારમાં દહેજના ૫૦ હજાર માટે ત્રણ મહિનામાં જ પરિણાતાને ત્રાસ

દમણમાં રહેતા નગીનભાઇ પટેલની દીકરી કવિતાના લગ્ન વાપી તાલુકાના વટાર ગામમાં ડુંગરી ફળિયામાં રહેતા સાગર ઉમેદભાઇ પટેલ સાથે ૧૪-૧૨-૨૦૨૧ના રોજ જ્ઞાતિના રીજરીવાજ પ્રમાણે થયા હતા. લગ્નના દિવસે કવિતાની નણંદે દમણમાં ફોન કરીને કવિતાની બહેન કિરણબેનને કહ્યું હતું કે દહેજ પેટે એક લાખ આપો તો અમે વટારથી દમણ આવીએ ત્યારે અડધા પૈસા આપવા જણાવ્યું હતું. ત્યારબાદ દમણમાં નણંદ પિનલબેનને ૫૦ હજાર આપ્યા હતા. એક સપ્તાહ જેવું સારું રહ્યું હતું. ત્યારબાદ નણંદ તેમજ પતિ દ્વારા પરિણીતાને મહેણા ટોણા મારી માનસિક તેમજ શારીરિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. કવિતાના કાકીનું દમણમાં અવસાન થતા એ ત્યાં ગઇ હતી. ત્યાં તેના પતિ આવ્યા ન હતા.

દમણથી કવિતા તેના સાસરે પાછી ફરી ત્યારે તેના પતિને તેણે કહ્યું હતું કે મને લેવા માટે કેમ નહીં આવ્યા તો ઉશ્કેરાઇ જઇ બોલાચાલી કરીને હાથ પકડીને ધક્કો મારી દીધો હતો. ત્યારે તેના હાથમાં બંગડી તુટી જતા ઇજા થઇ હતી. આ બનાવ બાદ પરિણીતાએ તેના પિતાને ફોન કરી બોલાવતા તેમના આવ્યા બાદ પતિને સમજાવવા છતાં તે માન્યો ન હતો. તેથી પરિણીતા તેના પિતા સાથે દમણ તેના ઘરે જતી રહી હતી. આ બનાવ અંગે પરિણીતાએ તેના પતિ સાગરભાઇ ઉમેદભાઇ પટેલ તેમજ નણંદ પિનલબેન સંદીપભાઇ પટેલ સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નરોલીથી ચોરેલી બાઈક સાથે ત્રણ યુવાનો ઝડપાયા
સેલવાસ-દમણ : સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારમાંથી સેલવાસ પોલીસે 10 દિવસ અગાઉ ચોરેલી બાઈક સાથે ફરતા ત્રણ યુવાનોની ધરપકડ કરી છે. સેલવાસ પોલીસે નરોલી ગામમાં ટ્રાફીક ચેકીંગ અભિયાન હાથ ધર્યું હતું. ત્યારે એક મોટર સાઈકલ નંબર GJ 15 DJ 0198 પલ્સર પર ટ્રીપલ સવારી જતાં ત્રણ યુવાનોને અટકાવ્યા હતા. અને લાયસન્સ અને ગાડીના પેપર સંદર્ભે પુછતા તેઓ ગાડીના દસ્તાવેજ રજુ નહીં કરી શકતાં પોલીસે સઘન પુછપરછ કરતાં તેમણે બાઈક 12 માર્ચ 22 ના રોજ નરોલીના ધાપસા ગામના એક મકાન બહાર પાર્ક કરી હતી એને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

જેને લઈ પોલીસે ચોરીના ગુનામાં સેલવાસનાં અથોલામાં રહેતો 20 વર્ષીય પંકજ બાદલભાઈ પટેલ, બાવીસા ફળિયામા રહેતો 19 વર્ષીય આશિષ વિનયભાઈ મિશ્રા તથા વાપીના લવાછામાં રહેતો 21 વર્ષીય ગૌરવ ઉર્ફે પંજાબી વિશાલ બીદાનીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. અગાઉ પણ પકડાયેલા આ ત્રણેય યુવાનો ચોરીના ગુનામાં પકડાયા હતા.

Most Popular

To Top