National

બિહારમાં બદમાશોની છેડતીથી કંટાળી વિદ્યાર્થીની ચાલુ ટ્રેન માંથી કુદી પડી

બિહાર: દેશમાં મહિલાઓ સાથે છેડતીની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે બિહાર(Bihar)માં એક વિદ્યાર્થીની(Student)એ છેડતી(molestation)થી કંટાળીને ટ્રેન(Train)માંથી કુદી પડી હતી. જેના કારણે વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેથી સ્થાનિક લોકોએ આ વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં રેલવે પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી.

સમસ્તીપુરમાં જનસાધારણ એક્સપ્રેસમાં બની ઘટના
આ ઘટના બિહારના સમસ્તીપુરમાં જનસાધારણ એક્સપ્રેસમાં બની છે. પીડિત વિદ્યાર્થીની બેગુસરાયની રહેવાસી છે અને મુઝફ્ફરપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી. ટ્રેનથી બરૌનીથી તેના ઘરે આવતી હતી. બપોરનાં સમયે વિદ્યાર્થી મુઝફ્ફરપુરથી બરૌની જવા માટે જનસાધારણ ટ્રેનમાં નીકળી હતી. દરમિયાન તેની નજીકમાં જ 6 છોકરા બેઠેલા હતા. જેઓ ભદ્દી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. તેમજ તેની છેડતી કરી રહ્યા છે. પીડિતાએ પ્રતિકાર કરવા છતાં તેઓ છેડતી કરતા હતા. ગભરાઈ ગયેલી વિદ્યાર્થી દોડીને કોચનાં દરવાજા પાસે આવી ગઈ હતી.

મદદ માટે ઘરે ફોન કર્યો તો ફરી છેડતી કરી
વિદ્યાર્થીનીએ મદદ માટે પોતાના ઘરે ફોન કર્યો તો બદમાશોએ તેનો ફોન ઝુંટવી લીધો હતો અને ફરી છેડતી કરવા લાગ્યા હતા. ટ્રેનમાં ઘણા બધા લોકો હતા. પરંતુ તેની મદદ માટે કોઈ આવ્યું નહિ. બદમાશોની છેડતીથી કંટાળીને અંતે વિદ્યાર્થીને ટ્રેનમાંથી કુદી જવાનું જ યોગ્ય લાગ્યું અને તે ચલતી ટ્રેનમાંથી કુદી ગઈ. જેના પગલે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. વિદ્યાર્થીનીએ કહ્યું, તે આરોપીઓને ઓળખતી નથી. ટ્રેનમાંથી કુદી જતા વિદ્યાર્થીનીને હાથ, પગ અને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમજ તેના દાંત પણ તૂટી ગયા છે.

ટ્રેનમાંથી નીચે ફેંકી કે પછી તેણે પોતે જ ચાલતી ટ્રેનમાંથી કૂદી, તપાસનો વિષય: પોલીસ
ઘટનાની માહિતી મળતાં જ રેલવે પ્રોટેક્શન ફોર્સ પોસ્ટ (RPF)ના પોલીસ ઈન્સ્પેક્ટર એનકે સિન્હા હોસ્પિટલ પહોંચ્યા અને ઘટના વિશે પૂછપરછ કરી. તેમણે કહ્યું કે ઘટનાની જાણકારી યુવતીના પરિવારજનોને આપવામાં આવી છે. તેની રેલવે હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેણે કહ્યું કે છોકરીને કોઈએ ટ્રેનમાંથી નીચે ફેંકી કે પછી તેણે પોતે જ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડી, તે તપાસનો વિષય છે. તપાસ બાદ કંઈ કહી શકાય. તેમજ આરોપીઓની હજી ઓળખ થઈ નથી. ઓળખ થતાં જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે.

Most Popular

To Top