National

આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? બંગાળમાં TMC નેતાની રાષ્ટ્રપતિના લુક પર વિવાદાસ્પદ ટીપ્પણી

પશ્ચિમ બંગાળ: પશ્ચિમ બંગાળના (West Bengal) મંત્રી અને ટીએમસી નેતા (TMC Leader) અખિલ ગિરીનું (Akhil Giri) એક વિવાદિત નિવેદન (Controversial Statement) સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ (Viral) થઈ રહ્યું છે. મમતા બેનર્જીના (Mamata Banerjee) મંત્રી અખિલ ગિરી નંદીગ્રામમાં જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.  મંત્રીએ કહ્યું કે, “અમે કોઈના દેખાવ પરથી જજ નથી કરતા, અમે રાષ્ટ્રપતિના પદનું સન્માન કરીએ છીએ. પરંતુ અમારા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે?” ટીએમસી નેતા અખિલ ગિરીના આ નિવેદન પર ભારે હોબાળો થઈ રહ્યો છે. નિવેદન બાદ ભાજપે અખિલ ગિરીની ધરપકડની માંગ કરી હતી.

TMC નેતાએ કહ્યું- મેં કોઈનું નામ નથી લીધું
જો કે આ નિવેદન બાદ ટીએમસી નેતા અખિલ ગિરીએ આ ઘટના અંગે સ્પષ્ટતા આપી હતી. તેમણે કહ્યું કે હું રાષ્ટ્રપતિનું સન્માન કરું છું. મેં પોસ્ટનો ઉલ્લેખ કર્યો અને સુવેન્દુ અધિકારીના જવાબ આપ્યો હતો, મેં કોઈનું નામ લીધું નથી. તેમણે (સુવેન્દુ અધિકારીએ) કહ્યું હતું કે અખિલ ગિરી ખરાબ લાગે છે. તેથી ગિરીએ કહ્યું કે હું મંત્રી છું અને પદના શપથ લીધા છે. જો મારી વિરૂદ્ધ કંઈ બોલવામાં આવે તો તે સંવિધાનનું અપમાન છે. મમતાની પાર્ટીના મંત્રી અખિલ ગિરીએ વધુમાં કહ્યું, “મેં ‘રાષ્ટ્રપતિ’ કહ્યું, મેં કોઈનું નામ નથી લીધું. જો ભારતના રાષ્ટ્રપતિને અપમાનિત લાગ્યું હોય, તો હું માફી માંગુ છું અને મેં જે કહ્યું તેના માટે ખેદ વ્યક્ત કરું છું.”

કેન્દ્રીય મંત્રીએ ગિરીને બરખાસ્ત કર્યા
જ્યારે આ મામલે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પર અભદ્ર ટિપ્પણી અત્યંત નિંદનીય છે. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ આવા નેતાને તેમની કેબિનેટમાંથી તાત્કાલિક કાઢી નાખવું જોઈએ અને આવી ટિપ્પણીઓ માટે રાષ્ટ્રની માફી માંગવી જોઈએ. તેમણે આ અંગે ખુલાસો આપવો જોઈએ.

અખિલ ગિરિના નિવેદન બાદ ભાજપે તેનમે ઘેરી લીધા
અખિલ ગિરિના વિવિદસ્પદ ટીપ્પ્ણીઓ બાદ ભાજપે તેમને ઘેરી લીધા હતા. ભાજપ સાંસદ સૌમિત્રા ખાને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)ને પત્ર લખીને અખિલ ગિરીની તાત્કાલિક ધરપકડ કરવા અને તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. એટલું જ નહીં, તેમને ધારાસભ્ય પદેથી હટાવવાની પણ માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ભાજપે નંદીગ્રામમાં TMC મંત્રી અખિલ ગિરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મળતી માહિતી અનુસાર અખિલ ગિરી શુક્રવારે નંદીગ્રામના એક ગામમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આનો 17 સેકન્ડનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Most Popular

To Top