Sports

સુધરે એ બીજા: સુરત RTOમાં ડ્રાઇવિંગ ટ્રેક પર એકની એક કારથી ટેસ્ટ આપવાનો વેપલો ફરી શરૂ

સુરત: સુરત આરટીઓ (SURAT RTO)માં તત્કાલીન આરટીઓ પાર્થ જોષી અને ડીકે ચાવડાએ આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક (DRIVING TEST TRACK) પર એકના એક વાહનોની અવર-જવર અટકાવી હતી અને ટાઉટો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પરંતુ ફરી સુરત આરટીઓના ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એકની એક કારથી ટેસ્ટ આપવાનો વેપલો ફરી શરૂ થયો છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ અધિકારીઓના માનીતા ટાઉટો અલ્ટો, વેગનઆર, બીટ જેવી નાની કાર માટે 600થી હજાર રૂપિયા વસૂલી રહ્યા છે. ચોક્કસ કારનો વારંવાર ઉપયોગ થતા ડ્રાઇવિંગ પરીક્ષા (DRIVING EXAM) સામે પ્રશ્નો ઉભા થયા છે. ચર્ચા એવી ચાલી રહી છે કે ભાડાની નાની કાર (RENTAL CAR) ચલાવનાર વ્યક્તિઓ જ ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થાય છે. તેને લીધે પાકું લાઇસન્સ (DRIVING LICENCE) મેળવનારા વાહનમાલિકો પાસે પોતાની માલિકીની કાર હોવા છતાં તેઓ પાસની ગેરંટી વાળી ભાડાની કારનો ઉપયોગ કરી રહ્યાં છે. તેને લીધે આરટીઓ કચેરી બહાર કારોનો લાંબો કાફલો જોવા મળી રહ્યો છે.

આવા વાહનોમાં કારમાં સ્પીકર ગોઠવવામાં આવ્યા છે. જેમાં બ્લુટુથના ઉપયોગના વાહનચાલકે કારનો ટર્ન ક્યારે લેવો, ક્યારે ટેકરા પર ચઢવુ અને ક્યારે રિવર્સ પાર્કિંગમાં ગાડી પાર્ક કરવી તેવી માહિતી મળી રહે છે. આ અંગે સુરતના ઇન્ચાર્જ આરટીઓને કાર નંબર આર-એચ3761, જેએમ5756,સીએલ 1810, અને એપી1336 કારના નંબર પર પણ ફરિયાદમાં આપવામાં આવ્યા છે.

સુરતના ઇન્ચાર્જ આરટીઓ એચએ પટેલે ત્રણ મહીના ટેસ્ટ ટ્રે્ક ડ્રાઇવના ડેટા ક્રોસ વેરિફિકેશન માટે મંગાવ્યા હોવાનું ફરિયાદીને જણાવાવામાં આવ્યુ છે. માત્ર કાર નહી પરંતુ ચાર ઓટો રિક્શાનો પણ આ રીતે ઉપયોગ થઇ રહ્યો છે. તેને લીધે પાકા લાઇસન્સની પરીક્ષા પર શંકાના વાદળો ઘેરાયાં છે.

આરટીઓના નિયમ પ્રમાણે પ્રાઇવેટ પાસિંગ વાળી કારનો ઉપયોગ ધંધાદારી હેતુ માટે થઇ શકે નહી. કોમર્શિયલ હેતુ માટે વાહનોને ટેક્સી અને મેક્સીકેબમાં નિર્ધારિત ફી ભરી તબદીલ કરવાનું હોય છે.

Most Popular

To Top