Gujarat

ગુજરાતના 36 શહેરોમાં વધુ એક રાહત, હવે રાત્રે 9 વાગ્યાથી કરફ્યુ લાગશે

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમાં વાવાઝોડાથી નુકસાનીને લઈને સહાયથી લઈને રાત્રિ કરફ્યૂમાં મુક્તિ અંગે નિર્ણયો લેવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતના 36 શહેરોમાં રાતના 8 વાગ્યા સુધી કર્ફ્યુ હતો, તેનો સમય ઘટાડીને 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9 વાગ્યે કરફ્યૂ શરૂ થશે. રાત્રિ કર્ફ્યુમાં એક કલાકની છૂટછાટ આપવામાં આવી છે. જેનો અમલ 28 મેના રોજથી કરવામાં આવશે. જોકે, સાથે જ સરકારે કહ્યું કે, વેપારીઓને કોઈ છૂટછાટ હાલ નથી અપાઈ. તેમનો સમય રાબેતામુજબનો જ રહેશે.

રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં આપવામાં આવેલી છૂટછાટ સુરતના જ્વેલર્સને કામમાં નથી આવી રહી. જેને લઈ વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી સમય ફેરફાર કરવા માંગ કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ ઉદ્યોગની ગાડી ફરીથી પાટા પર ચડી શકે તે માટે સવારે 9 થી 3ના સમય ના બદલે સવારે 10 થી સાંજે 8 વાગ્યા સુધી સમય કરવામાં આવે તેવી માંગ કરવમાં આવી છે.

Most Popular

To Top