Sports

ICCL FINAL : પટેલ સ્પોર્ટસ એસોસિએશનને 5 વિકેટે હરાવી કડવા પાટીદાર ઉમિયા ઇલેવન ચેમ્પિયન

સુરત : ગુજરાતમિત્ર આયોજિત ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગ (ICCL)ની એન કે ક્રિકેટ ગ્રાઉન્ડ પરશનિવારના રોજ રમાયેલી ફાઇનલમાં પટેલ સ્પોર્ટસ એસોસિએશન કોળી પટેલ્સે મુકેલા 144 રનના લક્ષ્યાંકને અભય પટેલની ધમાકેદાર નોટઆઉટ અર્ધસદી (NOT OUT HALF CENTURY)ની મદદથી લક્ષ્યાંકને હાંસલ કર્યો હતો, અને 5 વિકેટ કબજે કરીને 5 વિકેટે મેચ જીતવા સાથે કડવા પાટીદાર ઉમિયા ઇલેવન ઇન્ટર કોમ્યુનિટી ક્રિકેટ લીગ ચેમ્પિયન બની હતી. 37 બોલમાં 68 રનની નોટઆઉટ ઇનિંગ રમનારા અભય પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

પટેલ સ્પોર્ટસ એસોસિએશ (PATEL SPORTS ASSO)ને ટોસ જીતીને પહેલા દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. નિલેશ પટેલ અને મહેન્દ્ર પટેલની જોડીએ તેમને જોરદાર શરૂઆત અપાવી હતી અને 4 ઓવરમાં તેમણે બોર્ડ પર 38 રન મુકી દીધા હતા. આ સ્કોર પર નિલેશ પટેલ 14 બોલમાં 22 રન કરીને આઉટ થયો હતો, તે પછી જેનિશ પટેલ 11 રન કરીને આઉટ થયો હતો. મહેન્દ્ર પટેલ 19 બોલમા 33 રન કરીને આઉટ થયો ત્યારે તેમનો સ્કોર 73 રન હતો. જો કે અંતિમ ઓવરોમાં જિજ્ઞેશ પટેલે 4 બોલમાં 12 રન અને ડેનિશ પટેલે 7 બોલમાં 10 રન કરીને તેમનો સ્કોર 8 વિકેટે 143 રન સુધી પહોંચાડ્યો હતો.

144 રનના લક્ષ્યાંકની સામે ઉમિયા ઇલેવન કડવા પાટીદાર (UMIYA XI PATIDAR)ની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 7 રન હતા ત્યારે બંને ઓપનર સ્મિત પટેલ અને ઉમંગ પટેલ આઉટ થયા હતા. તે પછી તેમનો કેપ્ટન પ્રિયાંક પટેલ 11 રને આઉટ થતાં તેમને મોટો ફટકો પડ્યો હતો. અને લગભગ ટીમે આશા છોડી દીધી હતી. ઉપરાંત તે પછી પણ યશ આઉટ થતાં તેમનો સ્કોર 4 વિકેટે 29 રન થયો હતો. જો કે મેચને અંતે સુધી રમવાની સ્પોર્ટમેન સ્પિરિટ સાથે અહીંથી ધનરાજ પટેલ અને અભય પટેલે પાંચમી વિકેટની 53 રનની ભાગીદારી કરીને વિજયનો પાયો નાંખ્યો હતો. ધનરાજ 28 બોલમાં 32 રન કરીને આઉટ થયો તે પછી અભય પટેલે જોરદાર ફટકાબાજી શરૂ કરી હતી . અને ટીમને જીત આપવી હતી..

અભય પટેલે 37 બોલમાં 11 ચોગ્ગા (FOUR) અને 2 છગ્ગા (SIX)ની મદદથી 68 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે તેની સાથે પાર્થ પટેલ 10 બોલમાં 2 છગ્ગાની મદદથી 15 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. આ બંને વચ્ચે છઠ્ઠી વિકેટની 57 રનની નોટઆઉટ ભાગીદારી થઇ હતી. જેના માધ્યમથી તેમણે ફાઇનલમાં પોતાની જીતનો પાયો નાખી વિકટરી ઉમિયા ઈલેવનને નામ કરી હતી..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top