Sports

અશ્વિન બન્યો ફેબ્રુઆરી મહિનાનો ‘આઇસીસી પ્લેયર ઓફ ધ મંથ’

ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં કરેલા પ્રભાવક પ્રદર્શનને કારણે મંગળવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી)ના ફેબ્રુઆરી મહિના માટેના ‘પ્લેયર ઓફ ધ મંથ’ તરીકે પસંદગી કરવામાં આવી છે. મહિલાઓમાં આ એવોર્ડ ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટને ફાળે ગયો છે.

આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવાયું હતું કે અશ્વિને આ સમયગાળામાં રમેલી ત્રણ ટેસ્ટમાં કુલ 24 વિકેટ ઉપાડવાની સાથે ચેન્નાઇમાં બીજી ટેસ્ટના બીજા દાવમાં 106 રનની જોરદાર ઇનિંગ રમીને ઇંગ્લેન્ડ સામેની સીરિઝને ભારત તરફ ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિને આ ટેસ્ટ મેચોમાં કુલ 176 રન બનવ્યા હતા. તેણે અમદાવાદમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં પોતાની 400 વિકેટ પુરી કરી હતી.

અશ્વિનની સાથે જ ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ અને વેસ્ટઇન્ડિઝનો ટેસ્ટ ડેબ્યુટન્ટ કાઇલ માયર્સ પણ નોમિનેટ થયા હતા, પણ અશ્વિને બાજી મારી લીધી હતી. આઇસીસી વોટિંગ એકેડમીના સભ્ય ઇયાન બિશપે અશ્વિનના પ્રદર્શન પર કહ્યું હતું કે અશ્વિન સતત વિકેટ ખેરવવામાં સફળ રહ્યો હતો, જેનાથી ભારતીય ટીમ સીરિઝ પર પ્રભુત્વ જમાવવામાં સફળ થઇ હતી. બીજી ટેસ્ટમાં તેની સદી મહત્વની હતી, કારણકે તે એવા સમયે આવી હતી જ્યારે ઇંગ્લેન્ડની ટીમ મેચમાં વાપસી કરી રહી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top