Vadodara

જેલની પોલ ખુલતા જ સત્તાધીશે પ્રતીક્રીયા આપવાનું બંધ કરી દીધું

વડોદરા : ગુજરાતમિત્રએ એક બાદ એક તેના અહેવાલો જાહેર કરી વડોદરા મધ્યસ્થ જેલમાં ચાલતી ગંભીર પ્રકારની ગેરરીતીનો પર્દાફાશ કરતા જેલના ઉચ્ચ અધીકારીઓ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. જોકે તે તપાસ શરૂ થયા બાદ છેલ્લા બે દિવસ ઉપરાંતથી જેલના Dysp વી.આર.પટેલ દ્વારા કોઈ પણ પ્રતીક્રીયા આપવાનું બંધ કરી દિધુ છે. વડોદરા મધ્યસ્થ જેલ અગાઉ પણ અનેક રીતે વિવાદોમાં આવી ચુકી છે. ત્યારે ગુજરાતમિત્ર એક બાદ એક જેલમાં ચાલતી ગેરરીતીના પર્દાફાશ કરી રહી છે.

જોકે તે બાદ જેલના ઉચ્ચ અધીકારી દ્વારા તપાસનો દોર પણ શરૂ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ હતું. પરંતુ આ બાદ સમગ્ર મામલો ઉજાગર થયા પછી જેલ સત્તાધીશો જાણે આંખ આડા કાન કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. જોકે ગેરરીતીમાં જેલના જ કર્મીઓ સામેલ છે. ત્યારે તેઓની જ તપાસ કરવામાં ઉચ્ચ અધીકારીઓ ખચકાટ અનુભવી રહ્યા હોવાનું જાણવા મળ્યુ હતું. જો ઉચ્ચ અધીકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો જેલમાં ચાલતા ઘણા મોટા ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તે નકારી શકાય તેમ નથી.

જેલમાં જામર અને સીસીટીવી હોવા છતાં કેવી રીતના કોલ થાય છે?
સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું કે, જેલમાં જડતી સ્કોર્ડના બે કર્મી દિનેશ માજીર તથા ઠાકોર જ્યારે કોઈ કેદી પાસેથી ફોન પકડે છે. તે બાદ તેઓ તે જ ફોન અન્યને રૂ.10થી 15 હજારમાં વેચી મારે છે? આ સાથે ગોત્રી દુષ્કર્મ કેસનો આરોપી અને પાવાગઢ મંદિર ટ્રસ્ટનો પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટને જેલમાં વીઆઈપી સુવિધા આપવામાં આવી રહી છે? તે ચોવીસ કલાક તેના ખીસ્સા એક એન્ટ્રોઈડ ફોન લઈને ફરે છે? તેના કોઈ સંબંધી જેલમાં તેને મળવા આવે છે. ત્યારે તેને અલગથી સ્પેશીયલ રૂમમાં અથવા અધીકારીના કેબીનમાં મળવાની સુવિધા આપવામાં આવે છે? આ ઉપરાંત જેલમાં સીસીટીવી, જામર લગાવેલા હોય છે. તેમ છતાં મોટા ભાગના કેદીઓ બિનદાસ્તથી ફોનનો ઉપયોગ કરે છે. ત્યારે તે પણ એક તપાસનો વિષય છે કે તે કેવી રીતના ચાલી રહ્યું છે. જો તપાસ થાય તો ઘણા ખુલાસા થઈ શકે છે. આ સાથે જેલમાં ચાલતો રેટકાર્ડ તથા કોડ વર્ડ પણ ગુજરાતમિત્રએ ઉજાગર કર્યા હતા. ત્યારે તે પ્રવૃતિ પણ કેવી રીતના ચાલે છે. તેની તપાસ પણ થવી જોઈએ.

માલેતુજાર કેદીઓનું સુવિધા માટે પેકેજ નક્કી થાય છે?
સુત્રો દ્વારા જાણવા મળ્યુ હતું કે, જેલમાં કોઈ પણ પૈસાદાર કેદી આવે ત્યારે અગાઉ તેને કેવી સુવિધાઓ જોઈએ છે. તેને લઈ જેલના સુબેદાર સુખા વસાવા દ્વારા પેકેજ નક્કી કરવામાં આવે છે? સાથે એ પણ જાણવા મળ્યુ હતું કે, સુબેદાર સુખા વસાવા આખી જેલનો વહિવટ ચલાવે છે? અને તાજેતરમાં રાજુ ભટ્ટે તેના ઓળખીતા ગેરેજવાળા મારફતે સુખા વસાવાની વેગેનાર કારને પુરે પુરી સર્વીસ કરાવી આપી હતી? જો આ મામલે તપાસ થાય તો અન્ય ખુલાસા પણ થઈ શકે છે. પરંતુ જેલ સત્તાધીશોને કોઈ પણ ફરક જ ન પડી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top