Entertainment

ગુજરાતી વેબસિરીઝ પ્રેક્ષકોની રાહ જુએ છે

તમે ગુજરાતી વેબસિરીઝ જુઓ છો ? ન જોતા હો તો જોવાનું રાખો. હવે નવા નવા વિષય સાથે તે તમને આનંદ આપી શકે છે. બહુ બધી ફિલ્મો, ટી.વી. શ્રેણીઓ, રિયાલિટી શોઝ વચ્ચે ગુજરાતી પણ માણી શકાય છે.

મિસ મેરેજમેન્ટ
જેમકે એક છે ‘મિસ મેરેજમેન્ટ ! આ સિરીઝમાં બે એવા કુટુંબની વાત છે જે તેમના દિકરાને-દિકરીને પરણાવવા માંગે છે. એક છે મહેતા કુટુંબ, બીજું છે પંડયા કુટુંબ, મહેતા કુટુંબમાં એક ભગવંતી દાદી છે જે જૂનો મિજાજ ધરાવે છે અને પરંપરા બાબતે એકદમ ચુસ્ત છે. તે તેમના પૌત્ર વિકાસના નીશા સાથેના લગ્ન ફાઈનલ કરાવવા માંગે છે પણ સામે જે પંડયા કુટુંબ છે તે મિડલ ક્લાસ છે. વચ્ચે એક લાલુભાઈ છે જે મેચ મેકર છે. તો કેવી થશે ગમ્મત ? આ સિરીઝમાં જયેશ મોરે, તૃષારિકા રાજગુરુ, મૌલિક નાયક, જૈમિની ત્રિવેદી છે. વિવેક રાવલે આ સિરીઝનું દિગ્દર્શન કર્યંુ છે.

સોરથની મિસીસ સિંઘમ
બીજી છે ‘સોરથની મિસીસ સિંઘમ ! સોરથ હોય એટલે શૂરવીરતા તો જોડવી પડે. આ સિરીઝમાં હર્ષવર્ધન સિંહ રાઠોડ નામના ચાર્મિંગ આઈપીએસ અધિકારી છે અને કેસર જાડેજા છે જે એકદમ યંગ છે જે માને છે કે થોડુંઘણું મેનીપ્યુલેસન તો કરી શકાય. એમાં કોઈએ ખોટું ન લગાડવું જોઈએ. સંજોગો વસાત જો આઈપીએસ અધિકારીએ હજુ લગ્નની ઉંમર ન હોય તેવી છોકરીને પરણવું પડે તો ? શું તેઓ નોર્મલ લાઈફ બનાવી શકશે ?આ સિરીઝમાં મંથન શાહ, દીપેન રાવલ અને જૈમિની ત્રિવેદી, દેવાંશી વ્યાસ વગેરે છે. આ સિરીઝ વૂટ પર રજૂ થઈ ચૂકી છે.

રીનાસ બ્યુટી સ્ટૂડિયો
આ સિરીઝ તેના શિર્ષક પરથી જ વિચારી શકો કે બ્યુટી પાર્લરનાં કેન્દ્રમાં છે. નીલમ પંચાલ આ સિરીઝમાં રીના આન્ટી બન્યા છે ને બ્યુટી સ્ટૂડિયો ચલાવે છે. બીજા પાત્રોમાં તર્જની ભાદલા, શ્રૃહદ ગોસ્વામી, રીવા રાચ્છા, રૂપા મહેતા વગેરે છે. આશિની પટેલ દિગ્દર્શીત આ પાંચ એપિસોડની વેબસિરીઝ અભિનવ વૈદ્યએ લખી છે.

Most Popular

To Top