Gujarat

પંચમહાલના કદાવર નેતા પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું, પૂર્વ સાંસદ અને ધારાસભ્યે 83 વર્ષે લીધા અંતિમ શ્વાસ

પંચમહાલ: પંચમહાલના (Panchmahal) નેતા પ્રભાતસિંહ ચૌહાણનું (Prabhatsinh Chauhan) 83 વર્ષે નિધન (Death) થયું છે. તેઓ પૂર્વ સાંસદ અને ધારાસભ્ય તેમજ તેમની મૂછો અને આગવી અદાથી ઓળખાતા હતા. આજે વહેલી સવારે તમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર આવતા જ તેમના પરિવાર અને સમર્થકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી મુજબ પંચમહાલના નેતા પ્રભાતસિંહ ચૌહાણ એક બીમારીથી પીડાઇ રહ્યા હતા. તેઓ આજે વહેલી સવારે તેમના રોજિંદા પ્રમાણે પોતાના ખેતરમાં મોરને દાણા નાખીને ઘરે આવી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનકનીચે ઢળી પડતા દુ:ખદ અવસાન થયું છે. આવતીકાલે શુક્રવારે સવારે 10 વાગ્યે તેમની અંતિમયાત્રા નીકળશે.

દિગ્ગજ નેતા પ્રભાતસિંહ ચૌહાણ પંચમહાલ, ખેડા અને મહિસાગર જિલ્લાઓમાં પ્રભાવશાળી નેતા હતા. તેમના પારિવારિક જીવનમાં તેમણે ચાર વખત લગ્ન કર્યા, અને સાત બાળકોના પિતા છે. તેમણે રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. તેઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના નજીકના ગણાતા હતા. જો કે ચૌહાણ 1980માં કલોલમાંથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા પરંતુ 1991માં ભાજપમાં જોડાયા હતા. તેઓ 1998 અને 2002માં કલોલથી ભાજપના ધારાસભ્ય હતા અને રાજ્યકક્ષાના મંત્રી પણ હતા. ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકાર દરમિયાન 2009 અને 2014 માં તેઓ પંચમહાલમાંથી સાંસદ તરીકે સતત બે વખત ચૂંટણી લડ્યા અને જીત્યા પણ હતા.

પ્રભાતસિંહ ચૌહાણે તેમની રજકીય કારકિર્દીની શરૂઆત તેમના જન્મસ્થળ મેહલોલ ગ્રામ પંચયતની ચૂંટણી લડીને શરૂ કરી હતી. તેમણે તેમના જન્મ સ્થળ દાહોદ જિલ્લાના મહેલોલ ગામમાં પ્રથમ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી હતા. ત્યાર બાદ પોતાની આગવી રાજકીય શક્તિથી અને વર્ચસ્વથી બાદમાં તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ ચૂંટણી લડી રાજકીય કારકિર્દીમાં એક પછી એક ડગલું આગળ વધતા રહ્યા હતા. તેમજ રાજકારણમાં પોતાની એક પ્રભાવશાળી છાપ પાડી હતી.

Most Popular

To Top