SURAT

‘લોકડાઉનમાં ક્યાંથી વાહનો ટોઈંગ કર્યા? CCTV ફૂટેજ રજૂ કરો’, હાઈકોર્ટનો સુરત પોલીસને આદેશ

સુરત(Surat): લોકડાઉનમાં (Lock Down) વાહનો ટોઈંગ (vehicle towing) કરવાના મામલાના એક કેસમાં ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) સુરત પોલીસને (Surat City Police) નોટીસ (Notice) ફટકારી આદેશ (Order) કર્યો છે કે તેઓ લોકડાઉન અને ત્યાર બાદ વાહનો ટોઈંગ કર્યા હોય તેના સીસીટીવી (CCTV) ફૂટેજની સીડી બંધ કવરમાં કોર્ટમાં રજૂ કરે. આ સાથે જ ખૂબ જ તીખી ટીપ્પણી કરતા કોર્ટે સુરત પોલીસને દંડ માટે તૈયાર રહેવાની તાકીદ પણ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉન અને ત્યાર પછીના દિવસોમાં ટોઈંગ કેનની સર્વિસ બંધ હોવા છતા સત્તાનો દુરૂઉપયોગ કરીને લાખોના પેમેન્ટની ચૂકવણી કરવા બદલ સુરત શહેર ટ્રાફિક પોલીસ, નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુબે , મદદનીશ પોલીસ કમિશ્નર, વહીવટ અને પ્લાનિંગની સાથે ટોઇંગ ક્રેન એજન્સી અગ્રવાલ સામે પણ સુરતના નાગરિક સંજય ઇઝાવા દ્વારા ફરિયાદ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

આ કેસમાં તા.6-7-2022 ના રોજ નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં થયેલ પ્રથમ હિયરીંગમાં જસ્ટીસ એ.એસ.સુપેહિયા સરકારને ઠપકો આપતા આદેશ કર્યો હતો કે ટોઈંગ ક્રેનો દ્વારા વાહનો ટો કરવામાં ગુપ્ત માહિતી શું હોય છે ? ત્રાહિત પક્ષકારની માહિતી કઈ રીતે થાય છે ? તા. 1-8-2022 પહેલા સરકાર આ તમામ CCTV ફૂટેજના CD ઓ બંધ કવરમાં કોર્ટમાં રજુ કરે, અને દંડ માટેની તૈયારી રાખજો. સામાવાળા પક્ષ એવા જાહેર માહિતી અધિકારી, પ્રથમ અપીલ અધિકારી અને ગુજરાત માહિતી આયોગને નોટીસ કાઢીને વધુ સુનાવણી તા.1-8-2022 ના રોજ રાખવામાં આવી છે. અરજદાર વતી સીનીયર વકીલ કે.આર. કોષ્ટિ દલીલો કરી હતી.

“CCTV ફૂટેજ એડિટ કરીને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર ટ્રાફિક દ્વારા કરવામાં આવેલ સત્તાનો દુરુપયોગ બહાર આવી ગયો છે. હવે આ અધિકારીઓ દ્વારા લોકડાઉન દરમિયાન ટોઈંગ ક્રેનના બીલ ચુકવણીમાં કરેલ ભ્રષ્ટાચાર આ ફૂટેજ મળવાથી સાબિત થશે”

વાહન ટોઈંગના શું છે નિયમો? સુરત પોલીસે શું ખોટું કર્યું?
ટોઇંગ ક્રેન ટેન્ડર શરત મુજબ દરેક ક્રેનમાં CCTV અને DVR સહિતની સુવિધા રાખવાની હોય છે. મહિનાના અંતે કામગીરીના રેકોર્ડીંગ CD રૂપમાં ક્રેન ઇન્ચાર્જને સોપવાનું હોય છે. મળેલ માહિતી મુજબ લોક ડાઉન અને ત્યાર પછીના સમય ગાળામાં કામગીરી ખૂબ જ ઓછી અથવા કરી ન હોવાથી DVR માં રેકોર્ડ થયેલ જુના મહિનાઓના CCTV ફૂટેજ તપાસ અધિકારી દ્વારા વિડીઓ એડીટીંગ એક્ષ્પર્ટ પાસેથી રૂ.25000/- ની ફી આપીને વિડીયો કટ પેસ્ટ કરીને ખોટા પુરાવા ઉભા કરવામાં આવ્યા હોય તેવી શંકા પછી અરજદાર દ્વારા આ તમામ CCTV ફૂટેજની માંગણી માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કરવામાં આવી હતી.

આ બનાવટી CD ઓ અરજદારના હાથમાં નહી આવે તે માટે અરજીના આરોપીયો એવા મદદનીશ પોલીસ કમિશ્નર અને નાયબ પોલીસ કમિશ્નર દ્વારા સરકારી કચેરીમાં જમા હોય એવી માહિતી, ત્રાહિત પક્ષકારની માહિતીમાં દર્શાવી માહિતી આપવાનું ટાળી દેવામાં આવ્યું હતુ. પ્રથમ અપીલમાં પણ ન્યાય નહી મળતા અરજદાર દ્વારા પ્રથમ અપીલ અધિકારીના નિર્ણય માહીતી આયોગમાં પડકારવામાં આવી હતી. ગુજરાત માહિતી આયોગ પણ અરજદારને ન્યાય નહી આપતા મામલો ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પહોંચી ગયો હતો.

Most Popular

To Top