Dakshin Gujarat

ગુજરાત સરકારનાં ગૃહ વિભાગનો ઠરાવ: ડાંગ જિલ્લાનાં મોસ્ટ વોન્ટેડ આરોપીને પકડવો,રોકડ ઇનામ લઇ જાવો

સાપુતારા : ગુજરાત સરકારનાં (Gujarat Govt) ગૃહ વિભાગના (Department) ઠરાવ અન્વયે ગુનેગારોને પકડવા તેમજ ગુનેગારોને પકડવામાં પોલીસ સત્તાવાળાઓને મદદ કરવાની ભુમિકાના ભાગરૂપે ગંભીર ગુનાઓના નાસતા ફરતા આરોપીઓને (Accused) પકડવામા મદદરૂપ થનાર ખાનગી વ્યક્તિઓ, બાતમીદારોને ઇનામ (prize) આપવાની જોગવાઇને ધ્યાને લઇ, જરૂરી શરતોને આધિન આગોતરા ઇનામ જાહેર કરવામાં આવેલા છે. જેમાં ડાંગ જિલ્લાનાં ટોપ 10 નાસતા ફરતા ઓરોપીઓ નક્કી કરી, સદર આરોપીઓને પકડવામાં સારૂ આગોતરા ઇનામ જાહેર કરેલું છે. ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજાના જણાવ્યા અનુસાર, જિલ્લામા ટોપ-10 નાસતા ફરતા આરોપીઓને ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપી પકડવામા મદદરૂપ થનારનુ નામ ગુપ્ત રાખવાની શરતોને ધ્યાને લઇ, પ્રોત્સાહક રૂપે ઠરાવેલી શરતોને આધીન રોકડ 10,000નું ઇનામ આપવાનુ જાહેર કરવામાં આવેલું છે.

  • ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજાના જણાવ્યુ
  • આરોપી પકડવામા મદદરૂપ થનારનુ નામ ગુપ્ત રખાશે
  • બાતમીદારોને રોકડ ઇનામ આપવાની જોગવાઇ

નાસતા ફરતા આરોપીઓની ચોક્કસ માહિતી આપનારને અથવા તો આરોપી પકડવામાં મદદરૂપ થનારનુ નામ ગુપ્ત રાખવામા આવશે.

આ રહ્યા ડાંગના ટોપ -10 આરોપીઓના નામો

સોમીબેન સુભાષભાઇ નિકમ (રહે.વખારવાડી તા.દેવડા જી.નાશીક), 2. મોહનભાઇ સતર્યાભાઇ પવાર (રહે. કોયલીપાડા તા.આહવા, જી.ડાંગ), 3. નવીનચંદ્ર શુકરભાઇ કુંકણા (રહે. આહવા ગાંધી કોલોની તા.આહવા જી.ડાંગ) 4. ભાઉ ઉર્ફે સંદિપ ઉર્ફે ગણેશભાઇ અશોકભાઇ રાઉત (રહે. નિફાડ તા. નિફાડ જી.નાશીક) 5. અજય ઉર્ફે મુન્ના રાજબલી (રહે. કેશવપુર તા.ક્ષાનપુર જી.સતારવિધ્યાસનગર, ઉત્તરપ્રદેશ) 6. રમેશભાઇ દુભે (રહે. આકવાકોલી શાંતાકુર્ઝ મુંબઇ) 7. સુરેશ ઉર્ફે અશ્વિનભાઇ ઓમ (રહે. કમલાપુર તા.મોરસિંહ જી.અમરાવતી મહારાષ્ટ્ર) 8. નીશનસીંગ મહાસિંગ રાજપુત (રહે. 68 ગુરૂદાસપુર કોલોની રાજપુરા શહેર પટીયાલા પંજાબ) 9. નીશનસીંગ જીતસિંગ લબાના (રહે. ભરતકોલોની રાજપુરા શહેર પટીયાલા પંજાબ) 10. વિજયઉર્ફે વિજુ ઉર્ફે વિનોદ મુરલીધર (રહે.એ-4 વલ્લભ કોમ્પલેક્ષ મહાવિર હોલ ચાર રસ્તા જૈન દેરાસર પાસે વડોદરા શહેર)

Most Popular

To Top