Business

વેપારીઓની આઈટીસી ખોટી રીતે બ્લોક કરવાના મામલામાં નુકસાની જીએસટી અધિકારી પાસે વસૂલવી: હાઇકોર્ટ

સુરત(Surat): ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સુરતના વેપારીની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) લેઝર એક વર્ષ કરતાં વધુ સમયથી બ્લોક (Block) કરવાના કેસમાં ગુરુવારે (Thursday) સ્ટેટ જીએસટી (SGST) વિભાગના અધિકારીઓની ટીકા કરી વારંવાર અધિકારીઓ નિયમ ભંગ કરી રહ્યા છે.

  • વેપારીઓને જે નુકસાન થશે તેની ભરપાઈ જીએસટી અધિકારીઓ પાસે વ્યક્તિગત ધોરણે કરાશે
  • એડ્વોકેટ અવિનાશ પોદ્દાર મારફત કોર્ટમાં પિટિશન કરવામાં આવી
  • લેઝર બ્લોક કરવાની સત્તા એક વર્ષ માટે હોય છે

કોર્ટે કડક સૂચના આપી હતી કે, જો હવે કોર્ટ સમક્ષ આવા મામલા આવશે તો વેપારીઓને જે નુકસાન થશે તેની ભરપાઈ જીએસટી અધિકારીઓ પાસે વ્યક્તિગત ધોરણે કરાશે. જીએસટી અધિકારીઓ પાસે સત્તા છે કે તેઓ લેઝર બ્લોક કરી શકે છે, પરંતુ ક્વેરી ક્લિયર થયા પછી તેને અનલોક પણ કરવાનું હોય છે. આ કેસમાં સમયગાળો વિતી ગયા પછી પણ ખાતું ઓપન નહીં કરવામાં આવતાં વેપારીઓને નુકસાન થયું હતું.

એડ્વોકેટ અવિનાશ પોદ્દાર મારફત કોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. આ કેસમાં અધિકારીએ વેપારીનું લેઝર બ્લોક કરી માત્ર એસએમએસ મોકલી 11 લાખની આઇટીસી બ્લોક કરી દીધી હતી. કયાં કારણોસર આઇટીસી બ્લોક થઈ તેનો ઉત્તર પણ પાઠવ્યો ન હતો. લેઝર 14 ઓક્ટોબર, 2020ના રોજ બ્લોક થયું એ પછી એક વર્ષ વિતવા છતાં ઓપન કર્યું ન હતું.

એડ્વોકેટ અવિનાશ પોદ્દારે જણાવ્યું હતું કે, આ કેસમાં હાઇકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે, જીએસટી અધિકારીને લેઝર બ્લોક કરવાની સત્તા એક વર્ષ માટે હોય છે. એ પછી તેને અનબ્લોક કરવાનું હોય છે. એક વર્ષ બાદ લેઝર ઓટોમેટિક લેઝર અનલોક થઈ જવું જોઇએ. એક વર્ષ થઈ ગયા બાદ જો એકાઉન્ટ હજી બ્લોક છે તેવા કેસ જો હવે પછી આવશે તો નુકસાની અધિકારી પાસે વસૂલવામાં આવશે.

Most Popular

To Top