Gujarat

કેન્દ્ર સરકાર પાસે 12 લાખ ડોઝની માગ કરાઇ : આરોગ્ય મંત્રી

ગાંધીનગર: (Gandhinagar) કોરોના મહામારીનો (Corona epidemic) સામનો કરવા વહીવટીતંત્રની સુસજ્જતા અંગે ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે આજે મોકડ્રીલમાં યોજાઈ હતી. જેમાં આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલે (Rishikesh Patel) સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ
મોકડ્રીલ બાદ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે. રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15 થી 16 હજાર જેટલા વેન્ટિલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી.

રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ
વૈશ્વિક સ્તરે કોરોનાના કેસો જે રીતે સામે આવી રહ્યાં છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તકેદારીના ભાગરૂપે કોરોનાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કોરોનાની સારવાર માટે ઉપલબ્ધ સુવિધાઓની ચકાસણી માટે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં આજે મોકડ્રીલનું આયોજન કરાયું છે.

પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવનું રાજ્યવ્યાપી આયોજન
તેમણે વધુમાં કહ્યું હતું કે, નાગરિકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે કેન્દ્ર સરકાર પાસે 12 લાખથી વધુ ડોઝની માંગણી કરી છે. આ જથ્થો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. પ્રિકોશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઈવનું રાજ્યવ્યાપી આયોજન કરાશે, ત્યારે જે નાગરિકોનો પ્રિકોશન ડોઝ લેવાનો બાકી હોય તેઓએ સત્વરે આ ડોઝ લઈ લેવા અનુરોધ કર્યો હતો.રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ- 15 થી 16 હજાર જેટલા વેન્ટિલેટર-દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે..


Most Popular

To Top