uncategorized

સિનેમાઘરમાં વેંચાતા પોપકોર્નનો છે રસપ્રદ ઈતિહાસ, જાણીને ખડખડાટ હસી પડશો

મકાઈના દાણાથી બનતા પોપકોર્ન ખરેખર તો, સ્નેક્સ તરીકે તેટલા નવા નથી, જેટલા આપણને લાગે છે. લગભગ 10 હજાર વર્ષ પહેલા પોપકોર્નને ઘરેલુ ઉપયોગ માટે લેવામાં આવતા હતા અને આર્કિયોલોજિસ્ટ્સે તેની શોધ કરી હતી. તેથી જ લોકો ઘણા હજાર વર્ષ પહેલાથી જ પોપકોર્નનો સ્વાદ માણી રહ્યા છે. પોપકોર્નના સ્વાદની શરૂઆત થઈ હતી માત્ર મીઠા સાથે, પરંતુ વર્તમાન સમયમાં તેના વિવિધ સ્વાદ તમને ચોંકાવી દેશે.

સમયની સાથે પોપકોર્નના સ્વાદ અને તેને પકાવવાની રીતમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. જો કે, લોકો આજે પણ પોપકોર્નને ગેસ અથવા સ્ટવ પર જ ફુલાવે છે પરંતુ માઈક્રોવેવના કારણે તેને બનાવવું આજે સરળ બની ગયુ છે.

પોપકોર્ન

પોપકોર્ન હવે સિનેમાઘરોમાંથી નીકળીને વેફર્સ જેવી ખાવાની વસ્તુમાં પણ વાપરવામાં આવે છે. લોકો પોપકોર્નને પિકનિક પર, જમવાનુ પેક કરીને લઈ જવામાં, લાંબી કાર ડ્રાઈવ દરમિયાન અને બાળકોના સ્નેક્સ બોક્સમાં, સ્કૂલ બાદ સ્નેક્સમાં પણ ખૂબ જ વપરાશ કરે છે.

પોપકોર્નની એક સારી વાત છે કે, તમે તેને કેલરીની ચિંતા કર્યા વગર જ ખાઈ શકો છો. કારણ કે, તેને તળીને બનાવવામાં આવતા નથી. પોપકોર્નને પરંપરાગત સામગ્રીઓ જેવી કે, મીઠું, કેરમલ અને ચીઝની સાથે-સાથે તમે ફેંટેલા ક્રિમને પણ કેરમલ પોપકોર્નની સાથે બનાવવાનો પ્રયોગ કરી શકો છો. સાથે જ તેમાં તમે બેરીજ પણ ભેળવી શકો છો.

પોપકોર્નનો સ્વાદ

ફ્લેવર્ડ પોપકોર્ન સિવાય તેને આપણી રસોઈમાં ફ્રાઈડ મીટ બનાવવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે અને ચોકલેટ સોસ, રોકી રોડ બ્રાઉનીઝ અને અન્ય મીઠા વ્યંજનોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. કંઈક મીઠી વસ્તુ બનાવવી હોય તો, તેમાં પ્રોટીન બાર, ગ્રેનોલા બાર, કેરમલ પોપકોર્ન બ્રાઉની અને બટર કોફી પોપકોર્ટ ટાર્ટ બનાવી શકાય છે.

CHristmas Marshmallow Popcorn

જો તમે પોપકોર્નના ફ્લેવરને સાદી રીતે ખાઈને કંટાળ્યા છો તો, તેમાંથી ઘણા વ્યંજન બનાવી શકાય છે. તમે પોપકોર્નને પ્રમુખ સામગ્રી તરીકે ઉપયોગ કરી શકો છો અને બીજી વસ્તુઓ સાથે મળીને કંઈક નવી મીઠી અને સ્વાદિષ્ટ વાનગી બનાવી શકો છો. 

જેમાં ચોકલેટ ચિપ કુકીઝ, આઈસ્ક્રીમ મિક્સમાં બ્લેન્ડ કરીને, ડાર્ક ચોકલેટ પોપકોર્ન બ્રાઉનીઝ, પોપકોર્નવાળી ગ્રેનોલા બાર, પોપકોર્ન અને ઓટ્સની પોરિજ અને પિટ્ટા પોકેટ સેન્ડવિચ બનાવી શકો છો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top