Entertainment

દ્રશ્યમ 2 નું રિકોલ ટીઝર સામે આવ્યું: શું ફિલ્મમાં અજય દેવગન કરી લેશે ગુનો કબૂલ?

અજય દેવગનની (Ajay Devgan) બહુપ્રતિક્ષિત ફિલ્મ દ્રશ્યમ્- 2 (Drishyam 2) નું રિકોલ ટીઝર (Recall Teaser) થોડા સમય પહેલા રીલિઝ થયું છે. આ 1 મિનિટ 22 સેકન્ડના વીડિયોમાં તમને ‘દ્રશ્યમ’ના પહેલા ભાગની ઝલક જોવા મળશે અને તમે ફરી એકવાર 2જી અને 3જી ઓક્ટોબરના ચક્રમાં ફસાઈ જશો. આ નાની ક્લિપએ ચાહકોના ધબકારા વધારી દીધા છે. લોકો ફરી એકવાર આ દિલચસ્પ ફિલ્મના (Film) બીજા ભાગને જોવાની રાહ જોઈ રહ્યા છે. ટીઝરની શરૂઆત પાછલી સીઝનથી જ થાય છે. આ પછી વિજય સલગાંવકરનું રેકોર્ડિંગ (Recording) નિવેદન છે જેમાં વિજય તેની કબૂલાત કરે છે.

ફિલ્મનું આ રિકોલ ટીઝર અભિનેતા અજય દેવગણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. ટીઝર શેર કરતા અભિનેતાએ કેપ્શનમાં લખ્યું છે કે શું તમને વિજય અને તેના પરિવારની વાર્તા યાદ છે? અથવા યાદ અપાવું? દ્રશ્યમ 2 આ ફિલ્મ 18 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં આવશે. જે ટીઝર સામે આવ્યું છે તેમાં ફિલ્મ ‘દ્રશ્યમ’ના કેટલાક દ્રશ્યો બતાવવામાં આવ્યા છે અને છેલ્લા ભાગમાં બીજા ભાગની ઝલક છે જેમાં અજયની કબૂલાત રેકોર્ડ કરવામાં આવી રહી છે.

બોલિવૂડ એક્ટર અજય દેવગણની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘દ્રશ્યમ 2’નું સસ્પેન્સફુલ ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ‘દ્રશ્યમ 2’ સાથે ફરી એકવાર અજય દેવગન દર્શકોને 2જી અને 3જી ઓક્ટોબરના રહસ્યો, બિલ્સ, સીડી અને સ્વામી ચિન્મયાનંદ જીના મહાસત્સંગ વિશે જણાવી રહ્યો છે. ટીઝરની શરૂઆતમાં પહેલા ભાગની વાર્તા બતાવવામાં આવી છે અને અંતમાં અજય દેવગન પોતાનો કબૂલાત રેકોર્ડ કરતો જોવા મળે છે. ફિલ્મના ટીઝર રિલીઝ પહેલા અજય દેવગણે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાથે જોડાયેલી પોસ્ટર અને જૂની યાદો શેર કરી હતી.

ટીઝર રિલીઝ પહેલા અજય દેવગણે 2015ની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ દ્રશ્યમ માંથી અશોક રેસ્ટોરન્ટની રસીદ, 2જી અને 3જી ઓક્ટોબરે સ્વામી ચિન્મયાનંદ જીના મહાસત્સંગની સીડી, મૂવી ટિકિટ અને પંજીથી પોંડોલમ ટિકિટ શેર કરી હતી. ફિલ્મ ‘દ્રશ્યમ 2’ વર્ષ 2021માં રિલીઝ થયેલી મોહનલાલની ‘દ્રશ્યમ 2’ની હિન્દી રિમેક છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અજય દેવગણ, શ્રિયા સરન અને તબ્બુ જોવા મળશે. અહેવાલો અનુસાર ફિલ્મનું પ્રમોશન 2 ઓક્ટોબરથી શરૂ થશે કારણ કે આ તારીખ ફિલ્મ માટે ખૂબ જ ખાસ છે. દ્રશ્યમની સમગ્ર વાર્તા 2જી અને 3જી ઓક્ટોબરની આસપાસ ફરે છે.

Most Popular

To Top