National

ટ્વિટર અને ફેસબુકે ભારતમાં નીતિ-નિયમોનું પાલન કરવું પડશે : કેન્દ્ર સરકાર

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર અને ફેસબુકને ચેતવણી આપી છે. ઇલેટ્રોનિક અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં કહ્યું કે, ડિજિટલ ઈન્ડિયા માટે સોશિયલ મીડિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે. પરંતુ, આ પ્લૅટફૉર્મથી ખોટા સમાચાર અને હિંસા ફેલાશે તો અમે કાર્યવાહી કરીશું.

પ્રસાદે કહ્યું કે, અમે ટ્વિટર અને અન્ય મીડિયા કંપનીઓને દેશના નિયમ અને કાનૂનની માહિતી આપી દીધી છે. તેમણે સ્પષ્ટ કહેવામા આવ્યું છે કે, જો ભારતમાં વ્યાપાર કરવો હોય તો નીતિ-નિયમોનું પાલન કરવું પડશે. એ કેવી રીતે શક્ય છે કે, અમેરિકી સંસદમાં હિંસા માટે અલગ નિયમ અને લાલ કિલ્લા પર થયેલી હિંસા માટે અલગ નિયમ હોય. અલગ અલગ દેશો માટે અલગ અલગ નિયમ અમને મંજૂર નથી.

પ્રસાદે કહ્યું કે, દેશમાં ‘ફ્રીડમ ઓફ સ્પીચ’ની સ્વતંત્રતા છે, પરંતુ આર્ટિકલ 19-Aએ પણ કહે છે કે, કેટલાક વિષયો પર જરૂરી પ્રતિબંધો હશે. બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારતના બંધારણનું પાલન કરવું પડશે. બંધારણ સરકાર અને વડા પ્રધાનની ટીકા કરવાનો અધિકાર તો આપે છે, પરંતુ ખોટા સમાચાર ફેલાવવાની મંજૂરી નથી આપતું

ખેડૂત આંદોલન વચ્ચે સરકારે સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રીના કારણે ટ્વિટરના કટ્ટર વલણ પર કડકતા દર્શાવી હતી. કેન્દ્ર સરકારે ટ્વિટરને કહ્યું હતું કે, આવા યુઝરોને સાઇટ પરથી હટાવવા પડશે. આઇટી મંત્રાલયે આવા 257 યુઝર્સને હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદ બુધવારે ટ્વિટરે કહ્યું હતું કે, તેણે 500થી વધુ એકાઉન્ટ કાયમી ધોરણે સ્થગિત કર્યા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top