Entertainment

ઋતિક અને ઐશ્વર્યા સાથે કામ કરનાર અભિનેતા પર અમેરિકામાં કુહાડીથી હુમલો

નવી દિલ્હી: અમેરિકાના કેલિફોર્નિયામાં એક વ્યક્તિએ પ્રખ્યાત પંજાબી અભિનેતા અમન ધાલીવાલ પર કુહાડી વડે હુમલો કર્યો. આ ઘટના બુધવારે સવારે 9:30 વાગ્યે બની હતી. અમનને ઈજાઓ થઈ છે અને હાલમાં તે હોસ્પિટલમાં દાખલ છે. હુમલાખોરને પોલીસે કસ્ટડીમાં લીધો છે. હુમલાનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી.

અભિનેતા અમાન કેલિફોર્નિયાના ગ્રાન્ડ ઓક્સમાં પ્લેનેટ ફિટનેસ જીમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો. દરમિયાન એક હુમલાખોર છરી અને કુહાડી સાથે જીમમાં ઘુસી ગયો હતો અને અમન પર હુમલો કર્યો હતો. આ પછી હુમલાખોરે અમનને પકડી લીધો. તે કહેતો હતો , કૃપા કરીને અમારું સન્માન કરો. મને પાણી આપો. મારે પાણી જોઈએ છે. તમે મારો લાભ લઈ શકતા નથી.

આ વાત કહેતી વખતે હુમલાખોર અમનને છરી બતાવીને ધમકાવતો રહ્યો. ત્યારપછી તેણે પોતાનું હૂડ ઉતાર્યું અને આ દરમિયાન તેનું ધ્યાન ભટકયું ત્યારે તક ઝડપીને અમને તેને પકડીને જમીન પર પછાડી દીધો હતો. ત્યાર બાદ જીમમાં હાજર અન્ય લોકો અને સુરક્ષાકર્મીએ હુમલાખોરને પકડી લીધો હતો.

અમન પંજાબના માનસાનો વતની છે
પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો જાણીતો એક્ટર છે. તેણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. ત્યારબાદ તેને પંજાબી ગીતોમાં સ્થાન મળ્યું હતું. આ પછી તેણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. જોગિયા વે જોગિયા ગીતમાં મોડલ તરીકે તેની ખૂબ પ્રશંસા થઈ હતી.

પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સાથે અમાને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે તેણે હિન્દી ફિલ્મ જોધા અકબરમાં ભૂમિકા ભજવી છે. પંજાબી ફિલ્મમાં તે એક કુડી પંજાબ દીમાં જોવા મળ્યો હતો. અમનના શરૂઆતના દિવસોની વાત કરીએ તો તે મેડિસિનનો અભ્યાસ કરી રહ્યો હતો, પરંતુ અચાનક તે મોડલિંગ તરફ વળ્યો. આ પછી તેણે પોલીવુડ અને બોલિવૂડ નથી છોડ્યું.

Most Popular

To Top