Sports

ફાસ્ટ બોલર ઉમરાન મલિક સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર મેચ રમવા આવશે

સુરત: દિલ્હીનાં (Delhi) ક્રિકેટ સ્ટેડિયમની પિચ ખરાબ થતાં રેલવેઝ (Railways) વર્સીસ જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) અને રેલવેઝ વર્સીસ ત્રિપુરાની (Tripura) રણજી ટ્રોફી મેચ (Ranji Trophy) સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA) સંચાલિત લાલભાઈ કોન્ટ્રેક્ટર સ્ટેડિયમ (Lalbhai Contractor Stadium) ખાતે શિફ્ટ કરવામાં આવી છે. 3 જાન્યુઆરીએ પ્રથમ મેચ અને 10 જાન્યુઆરી એ બીજી મેચ રમાશે. સુરત ખાતે રેલવે અને જમ્મુ કશ્મીર વચ્ચે રણજી ટ્રોફી જંગ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપક્રમે સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે તારીખ 3, 4, 5, 6 જાન્યુઆરીના રોજ રેલ્વે અને જમ્મુ કશ્મીર વચ્ચે ઈલાઈટ ગ્રુપ- ડી ની રણજી ટ્રોફીની લીગ મેચ રમાનાર છે.

  • દિલ્હીનાં સ્ટેડિયમની પિચ ખરાબ થતાં રેલવે વર્સીસ જમ્મુ કાશ્મીર અને રેલવે વર્સીસ ત્રિપુરાની રણજી મેચ સુરતને ફાળવાઈ
  • SDCA નાં લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમમાં 3 અને 10 જાન્યુઆરીએ બે રણજી મેચ રમાશે
  • મેચનો સમય સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધીનો રહેશે પ્રેક્ષકોને મેચ નિહાળવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે

આ મેચ રેલવેના હોમ ગ્રાઉન્ડ કર્નલ સિંહ સ્ટેડિયમ દિલ્હી ખાતે યોજાનાર હતી, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે બી.સી.સી.આઈ.એ ગુજરાત ક્રિકેટ એસોસિએશનને વિનંતી કરતા સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે આ મેચનું આયોજન તાબડતોડ કરવામાં આવ્યું છે. મેચનો સમય સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધીનો રહેશે પ્રેક્ષકોને મેચ નિહાળવા માટે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. SDCA દ્વારા આ પ્રથમ શ્રેણીની મેચ માટે જેવી બીસીસીઆઇ (BCCI) અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા જાણ કરવામાં આવતાં ઝડપી આયોજન કરવામાં આવ્યું હતું.

સ્ટાર ફાસ્ટ બોલર ઉમરાન મલિક, કર્ણ શર્મા, શુભમ ખજુરિયા, ઉપેન્દ્ર યાદવ સુરતમાં રમતાં દેખાશે
SDCA નાં પ્રમુખ હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરી હિતેશ પટેલ અને ક્રિકેટ સેક્રેટરી ડો. નૈમેશ દેસાઇએ જણાવ્યું હતું કે, બંને ટીમો તરફથી રાષ્ટ્રીય કક્ષાએ સુંદર દેખાવ કરનાર ખેલાડીઓ જેવા કે, કર્ણ શર્મા, ઉમરાન મલિક (Umarn Malik), શુભમ ખજુરિયા, ઉપેન્દ્ર યાદવ સુરતમાં રમતાં જોવા મળશે. મેચનો સમય સવારે ૯:૩૦ થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધીનો રહેશે પ્રેક્ષકોને મેચ નિહાળવા માટે વહેલા તે પેહલા ધોરણે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

Most Popular

To Top