SURAT

ગાંધી કોલેજ ખાતે 10 અને SVNIT ખાતે 6 બેઠકોની મતગણતરી થશે : આયુષ ઓક

સુરત : વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ (Election-2022) અંતર્ગત સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકો માટેની મતદાનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા સંપન્ન કરવાના આયોજનના ભાગરૂપે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આયુષ ઓકે જનરલ તેમજ પોલીસ ઓબ્ઝર્વરો, નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વર વિનીતકુમાર, શ્રીમતી કંચન વર્મા, કુ.પ્રિતી મીણા, સુરેશ ચૌધરી, ઉમાનંદ ડોલી, રાજેશ કુમાર, દિપાંકર ચૌધરી, હર્ષલ પંચોલી જ્યારે પોલીસ ઓબ્ઝર્વરો પુનિત રસ્તોગી અને શ્રીમતી કલ્પના નાયકને કલેકટરશ્રીએ જિલ્લામાં ચૂંટણી માટે થઈ રહેલી તૈયારી અને સજ્જતા અંગેની માહિતગાર કર્યા હતા. જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, મેનપાવર અને ઈવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ, ટ્રેનિંગ, મટિરિયલ, એમસીસી અમલીકરણ, ખર્ચ નીરિક્ષણ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, ડેટા એનાલિસિસ, સિટિઝન હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટરી વોટર્સ જેવા મુદ્દા અને ચૂંટણીને લગતી સંબંધિત કામગીરી અંગે તમામ ઓબ્ઝર્વરોને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જાણકારી આપવામાં આવી હતી.

કલેક્ટરએ જણાવ્યું કે, મતગણતરી માટે સરદાર વલ્લભભાઇ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (SVNIT) કેન્દ્ર ખાતે ૬ વિધાનસભા અને એસ.એસ.ગાંધી કોલેજ ખાતે ૧૦ વિધાનસભા ક્ષેત્રોની મતગણના થશે. આયોજન ભવન સ્થિત મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા સ્થાનિક ૧૨ ચેનલો અને ૪ એફ.એમ. ચેનલોનું મોનિટરીંગ કરાઈ રહ્યું છે. નિષ્પક્ષ ચૂંટણી પ્રકિયા માટે આર્થિક લેવડ-દેવડથી આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે ૧૬ વિધાનસભા મત વિસ્તારમાં વાહનોની સઘન તપાસણી કરવામાં આવી રહી છે.

સુરત પોલીસ કમિશનર અજય તોમરે કાયદો વ્યવસ્થાની હાલની પરિસ્થિતિ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે દરેક પોલિંગ બુથ વાઇઝ પર પોલીસ અને અર્ધલશ્કરી દળના જવાનોના પૂરતા બંદોબસ્ત સાથે લોકો લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવા પર પોલીસ તંત્રનું ધ્યાન કેન્દ્રિત છે. કોઈ પણ વ્યક્તિ મતદાન અને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના પ્રયત્નો ન કરી શકે તે માટે વધારાની પોલીસ ફોર્સ પણ તૈનાત કરવામાં આવશે. ચૂંટણી સંપૂર્ણપણે મુક્તે અને ન્યાસયી વાતાવરણમાં થાય તે માટે સખ્તાઈપૂર્વક કાયદાનું પાલન કરાવી કાયદો-વ્યરવસ્થાકની પરિસ્થિ તિ શ્રેષ્ઠમ રીતે જળવાઈ રહે તેવી પ્રાથમિકતા છે.

મતદાન મથકોની ગોઠવણી

  • ૧૧૨ મતદાન મથકો સંપૂર્ણ મહિલા કર્મચારીઓ સંચાલિત
  • ૧૬ મતદાન મથકો દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત
  • ૧૬ બુથ મોડેલ પોલીંગ સ્ટેશન
  • ૧૬ મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી
  • ૧ મતદાન મથક યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત

Most Popular

To Top