World

ડોનાલ્ડ ટ્રમ્પ માટે માઠા સમાચાર, નહીં લડી શકે અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચુંટણી

અમેરિકા: અમેરિકાની કોલોરાડો સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ (Donald Trump) વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. જે ટ્રમ્પના વિરુદ્ધમાં (Against) છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટે (Supreme Court) ટ્રમ્પને 2024માં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી (Elections) માટે અયોગ્ય જાહેર કર્યા છે. અમેરિકાના કેપિટલ હિલમાં (Capitol Hill) થયેલી હિંસામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની ભૂમિકાને ધ્યાનમાં રાખીને કોર્ટે આ ચુકાદો (Judgment) આપ્યો છે. ત્યારે ટ્રમ્પના સમર્થકોને આ મામલે ટ્રમ્પ કોર્ટને પડકારશે તેવી આશા છે.

કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પ આગામી વર્ષ 2024માં અમેરિકામાં યોજાનારી ચૂંટણીમાં ભાગ નહીં લઈ શકે. જો કે આ નિર્ણય વિરુદ્ધ ટ્રમ્પ યુએસ સુપ્રીમ કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજુ કરશે તેવી તેમના સમર્થકોને આશા છે. કોલોરાડોની સુપ્રીમ કોર્ટે આ મામલે 4-3થી ચુકાદાઓ આપતા ટ્રમ્પને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કર્યા હતાં.

ટ્રમ્પના સમર્થકોએ અગાઉ હોબાળો કર્યો હતો
જણાવી દઈએ કે ગત વર્ષે ટ્રમ્પની ચૂંટણીમાં હારથી નારાજ તેમના સમર્થકોએ અમેરિકી સંસદ કેપિટલ હિલને ઘેરી લીધી હતી. ઘેરાબંધી બાદ ટ્રમ્પના સમર્થકો અંદર ઘૂસી ગયા અને હુમલો કર્યો હતો. અમેરિકી સંસદમાં ગોળીબાર અને તોડફોડ કર્યા બાદ ઘણી ઓફિસોને પણ કબ્જે કરી લેવામાં આવી હતી. આ હિંસામાં ચાર લોકોના મોત થયા હતા. તેમજ વોશિંગ્ટનમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.

પીએમ મોદીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી
અમેરિકાના કેપિટોલ હિલમાં થયેલી હિંસા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મામલે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે વોશિંગ્ટન ડીસીમાં હિંસા અને અશાંતિના સમાચારથી તેઓ દુ:ખી છે. અહીં મહત્વનું છે કે સત્તાનું ટ્રાન્સફર યોગ્ય રીતે અને શાંતિપૂર્ણ રીતે થાય. આવા પ્રદર્શનો દ્વારા લોકતાંત્રિક પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામાન્ય ચૂંટણીને અસર થઈ શકે છે
અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને વ્હાઇટ હાઉસની રેસમાં સામેલ થતા પહેલા અયોગ્ય જાહેર કરવામાં આવ્યો હોય. જોકે આ નિર્ણય કોલોરાડોની આગામી માર્ચ મહિનાની 5 તારીખની રિપબ્લિકન પ્રાઈમરીને લાગુ પડે છે. જે નવેમ્બરની 5 તારિખે અમેરિકામાં થનારી સામાન્ય ચૂંટણીને અસર કરી શકે છે. આ મામલે ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ આ નિર્ણય વિરુદ્ધ યુએસ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરશે.

Most Popular

To Top