Business

દિવાળીમાં બમ્પર વેચાણથી વેપારીઓ સ્તબ્ધ, વેચાણનો આંકડો 1 લાખ 50 હજાર કરોડને પાર

દેશમાં ધનતેરસથી લઈને દિવાળીના દિવસો દરમ્યાન એક અંદાજ મુજબ 45 હજાર કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ થયો હતો. આટલા મોટા પાયે ખરીદીને લઈને વેપારીઓ સ્તબ્ધ છે. જ્યારે જ્વેલરીનો બિઝનેસ બે દિવસમાં 25 હજાર કરોડની આસપાસ થયો હતો. લગભગ 20 હજાર કરોડનો બાકીનો કારોબાર ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સંબંધિત વસ્તુઓ, ફર્નિચર, ઘર અને ઓફિસની સજાવટ માટે જરૂરી વસ્તુઓ, મીઠાઈઓ અને નાસ્તા, રસોડાની વસ્તુઓ, તમામ પ્રકારના વાસણો, ઈલેક્ટ્રોનિક્સ, મોબાઈલ આઈટમમાં કરવામાં આવ્યો હતો. ધનતેરસના દિવસે સંસાધનોની ખરીદી કરવામાં આવે છે અને આને ધ્યાનમાં રાખીને દેશભરમાં મોટા પાયે ખરીદી કરવામાં આવી હતી. CATનો અંદાજ છે કે આ વર્ષે દિવાળીના તહેવારમાં વેચાણનો આંકડો 1 લાખ 50 હજાર કરોડને પાર કરી ગયો હતો.

દિવાળીના દિવસો દરમ્યાન લગભગ 25 હજાર કરોડનો જ્વેલરી બિઝનેસ, ઓટોમોબાઈલ, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સંબંધિત લગભગ 20 હજાર કરોડનો બિઝનેસ થયો હતો. લોકોના સ્વદેશી વસ્તુઓ ખરીદવાના આગ્રહને કારણે ચીનને આ વર્ષે 75 હજાર કરોડથી વધુનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT)ના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહાસચિવ શ્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે દિવાળી દરમ્યાન બે દિવસ દેશભરના બજારોમાં ગ્રાહકોનો ધસારો હતો. કોરોનાના કારણે બે વર્ષથી માર્કેટથી દૂર રહેલા ગ્રાહકોએ આ વખતે પૂરા જોરથી ખરીદી કરી. આવી સ્થિતિમાં CATનો અંદાજ છે કે આ વર્ષે દિવાળીના તહેવારમાં વેચાણનો આંકડો 1 લાખ 50 હજાર કરોડને પાર કરી ગયો હતો. ખાસ કરીને દેશભરના બજારોમાં ભારતીય સામાન ખરીદવાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે જેના કારણે ચીનને આ વર્ષે દિવાળી સંબંધિત સામાનનું 75 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.

સોનાની માંગમાં 80%નો વધારો
CAITની સહયોગી સંસ્થા ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે ભારતીય સુવર્ણ ઉદ્યોગ કોરોના સંકટમાંથી સંપૂર્ણ રીતે બહાર આવી ગયો છે અને ભારતમાં સોનાની માંગ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. આર્થિક પ્રવૃતિમાં જોરદાર તેજી અને ગ્રાહકની માંગમાં સુધારો થવાને પગલે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક બજારમાં ભારતની સોનાની માંગ વાર્ષિક ધોરણે 80 ટકા વધી હતી. અરોરાએ કહ્યું કે ભારતમાં સોનાની આયાત 2021ની સરખામણીમાં 2022માં લગભગ 11.72 ટકા ઘટી છે. ગયા વર્ષે જ્યાં ભારતે પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં 346.38 ટન સોનાની આયાત કરી હતી તે હવે 308.78 ટન થઈ ગઈ છે. જે કોરોના સમયગાળાને કારણે ઊભી થયેલી કટોકટીના અનામત સ્ટોક દ્વારા સરભર કરવામાં આવી હતી. દેશભરમાં મોટી સંખ્યામાં લોકોએ જૂના ઘરેણાં આપીને નવા ઘરેણાં બનાવ્યા છે જેને રિસાયકલ હોલ્ડ પણ કહેવામાં આવે છે. છેલ્લા બે વર્ષનો સ્ટોક પણ મોટા પ્રમાણમાં વેચવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે બે દિવસીય ધનતેરસના તહેવારને કારણે દેશભરમાં લગભગ 25 હજાર કરોડ રૂપિયાના દાગીના, સોના અને ચાંદીના સિક્કા, નોટો, મૂર્તિઓ અને વાસણો સહિત સોના, ચાંદી અને હીરાનું જંગી વેચાણ થયું છે.

વાહનોનું બમ્પર વેચાણ
ભરતિયા અને ખંડેલવાલે કહ્યું કે એક અંદાજ મુજબ ઘરેણાં ઉપરાંત ઓટોમોબાઈલ ક્ષેત્રમાં લગભગ 6 હજાર કરોડ, ફર્નિચરમાં લગભગ 1500 કરોડ, કોમ્પ્યુટર અને કોમ્પ્યુટર સંબંધિત સામાનમાં લગભગ 2500 કરોડ, એફએમસીજીમાં લગભગ 3 હજાર કરોડ., ઈલેક્ટ્રોનિક્સ સામાનમાં લગભગ 1 હજાર કરોડ, સ્ટેઈનલેસ સ્ટીલ, એલ્યુમિનિયમ અને પિત્તળના વાસણોમાં લગભગ 500 કરોડ, રસોડાના ઉપકરણો અને અન્ય રસોડાની વસ્તુઓમાં લગભગ 700 કરોડ, ટેક્સટાઈલ, રેડીમેડ ગારમેન્ટ્સ અને ફેશન કપડામાં લગભગ 1500 કરોડ રૂપિયાનો વેપાર થયો છે. દિવાળીની પૂજાની વસ્તુઓ, ઘર અને ઓફિસની સજાવટ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રિકલ ઉપકરણો, સ્ટેશનરી, બિલ્ડર હાર્ડવેર, લાકડું અને પ્લાયવુડ વગેરેનું બમ્પર વેચાણ થયું છે.

Most Popular

To Top