Sports

બાંગ્લાદેશે હારની બાજી જીતમાં ફેરવી: પ્રથમ મેચમાં જ ભારતે હારનો સ્વાદ ચાખવો પડ્યો

ઢાકા : (Dhaka) રવિવારથી ભારત (India) બનામ બાંગ્લાદેશ (Bangladesh) વનડે સિરીઝની (ODI Series) મેચ શરુ થઇ છે. બને ટીમો પુરા જોશ સાથે પ્રદર્શન કરવાના ઈરાદા સાથે મેદાને ઉતારવા થનગની રહી છે. પ્રથમ મેચ ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં (Sher-E-Bangla Stadium) રમાઈ રહી છે. દરમ્યાન ભારતીય ટીમ સાત વર્ષ બાદ અહીં વનડે શ્રેણીના મુકાબલાઓ રમવા માટે ઉતારશે. વિરાટ-રોહિત જેવા સિનિયર ખેલાડીઓ ભારતીય ટીમમાં પરત ફર્યા છે. એવામાં બાંગ્લા દેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાના નિર્ણય સાથે મેજબાન ટિમ ભારત બેટિંગ કરવા ઉતર્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ભારતે બાંગ્લાદેશ સામે 187 રનનો મામૂલી ટાર્ગેટ આપ્યો હતો. છતાં ભારતીય ટિમને અંતિમ ઓવારો સુધી જીતથી દૂર રહી હતી. બાંગ્લાદેશના પુચ્છડીયા ખેલાડીઓ 54 રાનોની મજેદાર પાટર્નશિપ કરી ભારતને હારવી દઈ હારની બાજી જીતમાં ફેરવવામાં સફળ રહ્યા હતા.187 રનનો ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશે 46 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો..

ભારતીય બોલર્સનો શાનદાર દેખાવ છતાં બાંગ્લા દેશના ખેલાડીઓ એ હંફાવ્યા
અંતિમ ઓવર સુંધી મેહદી હસન મિરાજે ઓવારોમાં 54 રનની ભાગીદાર કરી હતી.ભારત પાસેથી એકલા હાથે મેચ ઝૂંટવી લીધી હતી. જોકે બીજી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટિમનું બેટીંગ ઑર્ડર સાવ જ કંગાળ રહ્યું હતું. સલામી બલ્લેબાજોની વિકેટ પણ જલ્દીથી પડી ગઈ હતી. આ મેચમાં મધ્યપ્રદેશના રીવાના ફાસ્ટ બોલર કુલદીપ સેને તેની આંતરરાષ્ટ્રીય ડેબ્યુ મેચમાં એક ઓવરમાં બે વિકેટ લીધી હતી. તેણે પ્રથમ ઓવરના બીજા બોલ પર આફિફ હુસૈનને મોહમ્મદ સિરાજના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અફીફ છ રન બનાવી શક્યો હતો. આ પછી પાંચમા બોલ પર ઇબાદત હુસૈનને વિકેટ પડી હતી. ઇબાદત ખાતું પણ ખોલાવી શક્યો ન હતો.

આ રીતે એક પછી એક વિકટો પડી છતાં…
ટીમ ઇન્ડિયાના દરેક બોલરોએ શાનદાર દેખવ કર્યો હતો અને ઓપનિંગ બેટિંગ ઑર્ડરને જલ્દીથી પેવેલિયન ભેગું કરી દીધું હતું..બોલરો પૈકી શાર્દૂલ ઠાકુરે શાનદાર બોલિંગ કરી હતી, અને મહમદુલ્લાહને LBW આઉટ કર્યો હતો. તો મોહમ્મદ સિરાજે બીજી સફળતા મેળવતા મુશ્ફિકર રહીમને બોલ્ડ કર્યો હતો. કુલદીપ સેને ખરા સમયે પોતાના ઈન્ટરનેશનલ કરિયરની પહેલી વિકેટ ઝડપતા આફિફ હુસૈનને આઉટ કરીને ભારતને સાતમી સફળતા અપાવી હતી. આ પછી ઓવરના પાંચમા બોલે ઇબાદત હુસૈન હિટ વિકેટ થયો હતો. આમ કુલદીપે એક જ ઓવરમાં બે વિકેટ ઝડપીને ટીમ ઈન્ડિયાને આઠમી સફળતા અપાવી હતી. મોહમ્મદ સિરાજે હસન મહમૂદને LBW આઉટ કર્યો હતો.પરંતુ બાંગ્લાદેશના છેલ્લા બેટ્સમેનોએ બાજીને છેલ્લે સુધી સાંભળી રાખી જીત હાસિલ કરી બાંગ્લાદેશના દર્શકોને ખુશ કરી દીધા હતા. મેહદી હસન મિરાજે છેલ્લે સુધી હાર નહિ માનીને ભારત પાસેથી એકલા હાથે મેચ ઝૂંટવી લીધી હતી.

વિરાટ કોહલીનો શાનદાર કેચ જોઈ દર્શકો આફ્રરીંન થયા
મેચમાં ચુસ્ત ફિલ્ડિંગનું પ્રદર્શન ટિમ ઇન્ડિયા દ્વારા જોવા મળ્યું હતું. દરમ્યાન વિરાટ કોહલીએ કવર્સ પર શાનદાર કેચ કર્યો હતો. કેચ જોઈને દર્શકો આફરીન પોકારી ગયા હતા. 24મી ઓવરમાં શાકિબ અલ હસન 29 રને હતો, અને વોશિંગ્ટન સુંદર બોલિંગ કરી રહ્યો હતો. ત્યારે શાકિબે કવર્સ ઉપર શોટ ફટકારીને ચોગ્ગો મારવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કવર્સ પર ઊભેલા વિરાટ કોહલીએ જોરદાર કેચ કર્યો હતો.

Most Popular

To Top