Charchapatra

પિતા માટે દીકરી એક આખી જિંદગી

શુભ મંગલમય લગ્નમાં દીકરીની  વિદાય વખતે તેના પિતા સૌથી છેલ્લી ઘડીએ રડી પડતા હોય છે. અલબત્ત,બાકીનાં બધા ભાવુક થયેલી અવસ્થામાં યા પછી એક બીજાને જોઈને રડતા હોય છે, પણ એક પિતા દીકરીના બાળપણથી લઈને છેક વિદાય સુધીની  પળોને યાદ કરી
રોયે છે. દીકરી જ્યારે લગ્ન સંપન્ન થતાં વિદાય થાય છે ત્યારે એ બધાને મળીને રડતી હોય છે, કિન્તુ જેવી જ એની નજર એક ખૂણામાં ખુરશીઓ એકત્ર કરતા પોતાના પિતા તરફ પડે છે ત્યારે તે દોડીને જોરથી વળગી પડે છે! બસ ત્યારે જ અને ત્યાં પિતા પોતે રડી પડી પોતાની  દીકરીને દિલાસો આપે છે કે,થોડાક દિવસ પછી તને તેડવા જરૂર આવીશ એમ કહ્યા બાદ  પિતા જાણીબુઝીને તેણીથી થોડાક દૂર હટી જતા હોય છે. ત્યાર બાદ પિતા કોઈ એક ખૂણાખાંચરે ભરાઈ જઇ પોક મૂકી ધ્રૂસકે ધ્રૂસકે રડતા હોય છે એ હકીકત વ્હાલી દીકરીના એક પિતા જ સંત સુરા આ મિથ્યા જગતમાં સમજી શકે છે.
સુરત     – સુનીલ રા.બર્મન– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top