Charchapatra

લાંચ લેવી એ દૂષણ નહીં પણ ભૂષણ બની ગયું છે

જ્યારે આપણે સરકારી કચેરીઓમાં, આપણા કોઈ પણ પ્રકારના નાનાં મોટાં કામો કરાવવા માટે સરકારી બાબુઓ પાસે જઈએ છીએ ,ત્યારે તેઓ ક્યારેય પ્રમાણિકતાથી આપણું કામ કરી આપતા નથી, અને આપણી પાસે ખાનગી રાહે કાંઈક મેળવવાની અપેક્ષા રાખતા હોય છે. સરકાર એના કર્મચારીઓને ભરપેટ પગાર ચૂકવે છે, છતાં પણ, આ સરકારી બાબુઓ, તમારી પાસેથી રોકડ રકમ, ગિફટ કે અન્ય પ્રકારની સગવડની માંગણી કરતાં હોય છે. પહેલાં તો માત્ર પુરુષ કર્મચારીઓ જ લાંચ લેતા હતા, પરંતુ હવે તો મહિલા કર્મચારીઓ પણ ખુલ્લેઆમ લાંચ માંગવા લાગી છે.

હવે તો લાંચ લેવી એ સરકારી કર્મચારીઓનો હક્ક અને અધિકાર બની ગયો હોય એવું લાગે છે. જો કોઇ નાગરિક લાંચ આપવાની ના પાડે કે આનાકાની કરે તો તેના કામને ટલ્લે ચલાવવામાં આવે છે, તેના કાગળોમાં જાતજાતની ભૂલો કાઢવામાં આવે છે અને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. આમ સરકારી કર્મચારીઓ માટે લાંચ લેવી એ દૂષણ નહીં પણ ભૂષણ (ઘરેણું) બની ગયું છે.
પંચમહાલ -યોગેશ આર. જોષી – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top