SURAT

સુરતમાં 31 જુલાઈએ અતિભારે વરસાદના રેડ એલર્ટને ધ્યાનમાં રાખી જોખમી હોર્ડિંગ્સ હટાવાયા, શાળામાં રજાની હાલ કોઈ જાહેરાત નહીં

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામવા જઈ રહ્યો છે. રાજ્યમાં એકસાથે ચાર શક્તિશાળી હવામાન પ્રણાલીઓ સક્રિય થતાં આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે 30 જુલાઈએ સુરત સહિત આઠ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 31 જુલાઈએ સુરત, અમદાવાદ, વડોદરા સહિત 13 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં સાવચેતીના પગલાં ઝડપથી લેવામાં આવી રહ્યા છે. જોખમી અને જર્જરિત હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જ્યારે નીચાણવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં યોજાયેલી ‘વેધર વૉચ ગ્રુપ’ની બેઠકમાં રાજ્યની વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. તમામ જિલ્લા તંત્રોને હાઈ એલર્ટ પર રહેવા, બચાવ ટીમો અને સાધનો તૈયાર રાખવા તેમજ જર્જરિત મકાનો અને જોખમી હોર્ડિંગ્સ દૂર કરવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ છે તો કેટલાક સ્થળોએ ટૂંકા સમયમાં ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં અગાઉથી જ હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને પૂરના પાણીમાં ફસાયેલા અનેક લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

હાલ રાજ્યમાં ડીપ ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી વરસાદનું જોર વધવાની શક્યતા છે. હવામાન વિભાગે 1 ઓગસ્ટ સુધી વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનની પણ ચેતવણી આપી છે. દરિયામાં 20થી 25 નોટ્સની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. સુરતમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં સાવચેતીના પગલાં ઝડપથી લેવામાં આવી રહ્યા છે. શાળામાં રજા માટે હાલ ડીઓ (District Education Officer – DEO) કચેરી તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી કે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નથી.. આથી ખોટી અફવાથી દૂર રહેવું

Most Popular

To Top