Sports

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે જનારી ટીમ ઇન્ડિયામાં જોવા મળશે રોહિત શર્માનું રિપ્લેસમેન્ટ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાના (Australia) હાથે પરાજય પામેલી ટીમ ઈન્ડિયા (Team India) હવે આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝના (West Indies) પ્રવાસથી નવી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે. આ પ્રવાસમાં ટીમને 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચ રમવાની છે. જોકે આ પ્રવાસ સાથે ટીમમાં કેટલાક નવા ખેલાડીઓનો (New Players) સમાવેશ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયામાં એક યુવા ઓપનર (Young Opener) પણ રમતા જોવા મળી શકે છે જે આવનારા સમયમાં રોહિત શર્માનું (Rohit Sharma) મજબૂત રિપ્લેસમેન્ટ સાબિત થશે.

IPL 2023 યશસ્વી જયસ્વાલ માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું બન્યું છે. તેણે રાજસ્થાન રોયલ્સ માટે સૌથી વધુ 625 રન બનાવ્યા અને તેની એવરેજ 48.08 હતી. આ સાથે જ જયસ્વાલના બેટમાંથી 6 અડધી સદી અને એક શાનદાર સદી નીકળી હતી. જો રાજસ્થાનની ટીમ પ્લેઓફની રેસમાં રહી હોત તો જયસ્વાલ આ સિઝનમાં પણ ઓરેન્જ કેપ જીતી શક્યો હોત, પરંતુ આ ટીમ અંતિમ 4માં પહોંચી શકી ન હતી.

ટી20 વર્લ્ડ કપ 2022ની હાર બાદ કેપ્ટન રોહિત શર્મા T20 ફોર્મેટમાંથી બહાર છે. આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કપ્તાની હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. WTC ફાઇનલમાં હાર્યા પછી રોહિતના ટેસ્ટ ટીમમાં હોવા પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં યશસ્વી જયસ્વાલને આ બંને ફોર્મેટમાં ટીમમાં જગ્યા આપવામાં આવી શકે છે. યશસ્વી જયસ્વાલે માત્ર 21 વર્ષની ઉંમરમાં IPL અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ભારે હોબાળો મચાવ્યો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટી20માં ડેબ્યુ કરવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. તેને રિઝર્વ ઓપનર તરીકે WTC ફાઇનલમાં ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં જો રોહિત વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર આરામ પર રહેશે તો જયસ્વાલ ટેસ્ટમાં ઓપનિંગ કરતા જોવા મળી શકે છે.

  • વેસ્ટ ઈન્ડિઝ સાથે ટેસ્ટ શ્રેણી
  • 12-16 જુલાઈ: 1લી ટેસ્ટ, વિન્ડસર પાર્ક, ડોમિનિકા
  • 20-24 જુલાઈ: બીજી ટેસ્ટ, ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ
  • એક દિવસીય શ્રેણી
  • જુલાઈ 27: 1લી ODI, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
  • જુલાઈ 29: બીજી ODI, કેન્સિંગ્ટન ઓવલ, બાર્બાડોસ
  • ઓગસ્ટ 1: ત્રીજી ODI, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી, ત્રિનિદાદ

Most Popular

To Top