SURAT

લો બોલો… ક્રેડિટકાર્ડની લિમિટ વધારવાની લાલચમાં ખુદ HDFC બેંકનો કર્મચારી જ ઠગાયો

સુરત: બજાજ ફાયનાન્સના અધિકારી તરીકેની ઓળખ આપી એચડીએફસી (HDFC) બેંકના કર્મચારી (Employee) સાથે ક્રેડિટકાર્ડ લિમિટ (Credit card limit) વધારી આપવાની લાલચ આપી 36 હજારની ઠગાઈ કરવામાં આવી હોવાની ફરિયાદ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ છે.

ડીંડોલી શ્રદ્ધા સોસાયટીમાં રહેતા 27 વર્ષીય સદાનંદ રમેશ પાટીલ સિટીલાઈટ ખાતે એચડીએફસી બેંકમાં નોકરી કરે છે. એચડીએફસી બેંકમાં સેલેરી એકાઉન્ટ ધરાવતા સદાનંદને બેંકમાંથી ક્રેડિટકાર્ડ પણ અપાયો છે. ગત 7 જાન્યુઆરીએ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. એક મહિલાએ પોતાની ઓળખ શિવાની સીંગ હોવાનું અને બજાજ ફાયનાન્સમાં અધિકારી તરીકેની આપી હતી. અને તેના ક્રેડિટકાર્ડની માહિતી માંગી હતી. અને જો બજાજ ફાયનાન્સનું ક્રેડિટકાર્ડ લેશો તો કાર્ડની લિમિટ વધારી આપવા લાલચ આપી હતી. સદાનંદે હા પાડતા તેને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. અને બાદમાં વ્હોટ્સેપમાં એક બજાજ ફાયનાન્સ સર્વ નામની એપ્લિકેશન ફાઈલ મોકલી હતી. જે ઇન્સ્ટોલ કરી તેમાં વિગતો ભરી હતી. બાદમાં તેની જાણ બહાર 36 હજાર ટ્રાન્સફર થઈ ગયા હતા. પોતાની ઓળખ શિવાની સિંગ તરીકે આપીને ફોન કરનાર મહિલાએ બજાજ ફાયનાન્સનો કાર્ડ મેળવવા એક એપ્લિકેશન મોકલી જે ઈન્સ્ટોલ કરતાં જ ખાતામાંથી નાણાં ટ્રાન્સફર થઈ ગયા.

લિંબાયતમાં યુવકનું અપહરણ કરી રૂ. 4 હજાર લુંટી લેનારા ચારેયને પોલીસે દબોચી લીધાં
સુરત: ડિંડોલીમાં રહેતા યુવકને ગઈકાલે લિંબાયત વિસ્તારમાં મોપેડ અને બાઈક પર આવેલા ચાર અજાણ્યાએ ટક્કર મારી બાદમાં અપહરણ કરી 4 હજાર લુંટી લીધા હતા. પોલીસે આ ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા છે.

ડિંડોલી રામી પાર્ક પાસે મીરાનગરમાં રહેતો 22 વર્ષીય આશિષ નરેશ પાલ ગત 22 તારીખે રાત્રે લિંબાયત નિલગીરી સર્કલ પાસે સાંઇરથ ટ્રાવેલસની દુકાન સામેથી પસાર થતો હતો. ત્યારે મોપેડ (જીજે-05-કેડબલ્યુ-7783) પર આવેલા બે અજાણ્યા અને બાઈક પર આવેલા અન્ય બે અજાણ્યાઓ રોંગ સાઇડ પર આવ્યા હતા. યુવકને મોપેડથી ટક્કર મારી પાડી દીધો હતો અને બાદમાં ખર્ચાના પૈસા આપવા પડશે તેવું કહી અપહરણ કરીને લઈ ગયા હતાં. તેના ખિસ્સામાંથી બે હજાર રોકડા કાઢી લીધા હતા અને વધુ બે હજાર રૂપિયા મિત્ર પાસેથી ટ્રાન્સફર કરાવ્યા હતા. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આજે આરોપી અદનાનખાન આદિલખાન પઠાણ (ઉ.વ-૧૯ ઘંઘો-મજુરી રહે.-ઘર.નં-૨૦૮, ઓમનગર, લિંબાયત), સોહિલ મુઝાઇદ શેખ (ઉ.વ-૨૨ રહે.-ઘર.નં-૩૦૫ બિલ્ડિગ.નં-એ/૦૧ રેલ્વે કોલોની ઉઘના), સદદામ ઇમામુદ્દીન ઇબનુબહસન પઠાણ (ઉ.વ-૨૩, ઘંઘો-નોકરી રહે. ઘર.નં-૧૧૮ બુઘ્ઘ સોસાયટી, ઉઘના યાર્ડ, લિંબાયત) તથા રેહાનખાન હૈદરખાન પઠાણ (ઉ.વ-૨૩ ઘંઘો-મજુરી રહે.- ઘર.નં-૧૦૭, ગોવીદનગર, લિંબાયત)ની ધરપકડ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top