SURAT

દાહોદના મૂકબધિર કલાકારે એક સાથે આઠ તીર છૂટે તેવા કામઠાની રચના કરી

સુરત : શહેરના સિટીલાઇટ રોડ (City light) ઉપર આવેલા સાયન્સ સેન્ટર (Science Center) ખાતે હસ્તકલા (Handicraft) પ્રદર્શનનો પ્રારંભ થયો છે. જેમાં પૂર્વોત્તરના રાજ્યો સહિતના કારીગરોએ તેમની જુદી જુદી કૃતિ રજૂ કરી છે. આદિવાસી વિસ્તારમાં આવતા દાહોદના (Dahod) એક કલાકારે એક સાથે આઠ તીર (Arrow) છૂટે તેવા કામઠાની રચના કરી છે. તો મેઘાલયના કલાકરોએ (Artist) જળકુંભી સુકવીને તેમાંથી બેગ તૈયાર કરી છે.

  • મેઘાલયના કલાકારોએ જળકુંભીને સૂકવીને જુદી જુદી બેગ તૈયાર કરી
  • સુરતના સિટીલાઇટ રોડ ઉપર હસ્તકલા પ્રદર્શનનો પ્રારંભ

સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરીમાં શરૂ થયેલા હસ્તકલા-2022માં આસામ, મણીપુર, મેઘાલય, સિક્કીમ, નાગાલેન્ડથી હસ્તકલાકારો પ્રદર્શનમાં ભાગ લીધો છે. અહીં હાથથી તૈયાર કરેલી અલગ-અલગ ચીજ-વસ્તુઓ વેચાણ માટે મુકાઇ છે.આ ઉપરાંત ગુજરાતના કસબીઓએ પણ તેમની ચીજો પ્રદર્શનમાં મૂકી છે. જેમાં દાહોદનાં એક મૂકબધિર કારીગર સુરેશ શંકરભાઇ પીઠ્યાએ એક સાથે કમાનમાંથી 8 તીર છૂટે તેવું કામઠું તૈયાર કર્યું છે. દેશના અલગ-અલગ પ્રદર્શનમાં ભાગ લેતા સુરેશ પીઠ્યા તેના પિતા પાસેથી હસ્તકલા શિખ્યા હતા. બાપ દાદાના સમયથી ગિલોલ તેમજ તીર કામઠા બનાવવની કળા તેઓ જાણે છે. વિસરાઇ ગયેલી રમતોને ફરી સુરતના પ્રદર્શનમાં તેઓ દ્વારા જીવંત કરવામાં આવી છે. લાકડામાંથી તૈયાર કરાયેલા 3 ફુટથી લઇને 5 ફૂટ સુધીના તીર કામઠા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

જેમાં મેઘાલયના સ્ટોલમાં જળકુંભીમાંથી બનેલી હેન્ડ બેગ, શાકભાજીની બેગ, બાસ્કેટ, ફ્રુટ બોક્સ તેમજ મેઘાલયની ઓર્ગેનિક હળદર વેચાણ અર્થે મૂકવામાં આવી છે. જળકુંભીમાંથી બનેલી બેગના સ્ટોલ ધારક શારદા છિત્રીએ જણાવ્યું હતું કે, વોટર એસેનને પાણીમાંથી કાઢીને તેના પાંદડા છૂટા કરવામાં આવે છે ત્યારબાદ તેને તડકામાં સુકવવામાં આવે છે. જળકુંભી સુકાઇ ગયા બાદ તેને એક ઉપર એક વિંટાળીને લાંબી દોરી તૈયાર કરાઇ છે. તેને ગુંથીને કારીગરો હેન્ડ મેઇડ બેગ, બાસ્કેટની તૈયાર કરે છે.

Most Popular

To Top