Gujarat

રાજ્યમાં કોરોનાના કેસ પહેલી વાર 4000ને પાર, 35નાં મોતથી હાહાકાર

GANDHINAGAR : રાજ્યમાં દિવસે દિવસે કોરોના ( CORONA) વધુને વધુ આક્રમક બની રહ્યો છે. રોજબરોજ કેસોમાં સતત વધારો નોંધાઈ રહયો છે. આજે રાજ્યમાં નવા 4021 કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મૃત્યની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. પરિણામે લોકોમાં ફફડાટ ફેલાયો છે. આજે રાજ્ય એક સાથે 35 મૃત્યુ નોંધાયા છે. જેમાં અમદાવાદ મનપામાં 8, સુરત મનપામાં 14, રાજકોટમાં 2, રાજકોટ મનપામાં 2, વડોદરા મનપામાં 2, અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, ભરૂચ, ભાવનગર, જામનગર, મહેસાણા અને વડોદરા ગ્રામ્યમાં એક- એક મળી વધુ 35 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4655 થયો છે.
આજે 2197 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3,07,346 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ઘટીને 92.44 ટકા પર આવ્યો છે.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 951, સુરત મનપામાં 723, વડોદરા મનપામાં 379, રાજકોટ મનપામાં 427, ભાવનગર મનપામાં 61, ગાંધીનગર મનપામાં 39, જામનગર મનપામાં 104 અને જૂનાગઢ મનપામાં 38 કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 237 કેસ નોંધાયા છે. તેવી જ રીતે વડોદરા ગ્રામ્યમાં 111 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 20473 વેન્ટિલેટર ઉપર 182 અને 20291 દર્દીઓ સ્ટેબલ છે.
આજે 2,71,550 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું

અત્યાર સુધીમાં કુલ 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આમ કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના કુલ 2,17,929 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યકિતઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું. અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિને આ રાસીને કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

ગુજરાતમાં વર્ષ પહેલા જેવ દ્રષ્યો જોવા મળ્યા હતા તેવા જ દ્રશ્યો હવે ફરી જોવા મળી રહ્યાં છે. લોકોમાં ફરીથી ડર ભરાયો છે. જોકે, આ વખતે જે બેફામ રીતે કોરોનાના કેસ અને દર્દીઓના મોત થઈ રહ્યાં છે તે ચોંકાવનારા છે. લોકોમાં રીતસરનો ફફડાટ છે. આ બીકથી ફરીથી લોકો પોતાના વતન તરફ પ્રયાણ કરવા લાગ્યા છે. અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાંથી લોકડાઉનના ભયથી પરપ્રાંતિય લોકોએ વતનની વાટ પકડી છે. 

અમદાવાદ રેલવે સ્ટેશન પર લોકો ઉમટ્યા 
રાત્રિ કર્ફ્યુ લાગતાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ થયા છે. તો બીજી તરફ, કોઇ કામ ન હોવાથી રોજગારી માટે અન્ય રાજ્યોમાંથી આવેલા પરિવાર બેરોજગાર બન્યા છે. ઉપરથી ગમે ત્યારે લોકડાઉન આવે તેવી લોકોમાં ભરાઈ ગઈ છે. ઘરનું ભાડું અને કરીયાણુ ખરીદવું મુશ્કેલ બનતાં શ્રમિક વર્ગ વતન ભણી નીકળી પડ્યો છે. શ્રમિકોને ગયા વર્ષના જેવું લોકડાઉન લાગવાનોનો સતત ભય લાગી રહ્યો છે. લોકડાઉન લાગે તે પહેલાં વતન પહોંચવા માટે લોકો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ઉમટ્યા છે.  

Most Popular

To Top