Gujarat

કોરોનીની સ્થિતિને ધ્યાને રાખીને ધો-1થી 8 ના તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની સરકારની જાહેરાત

ગાંધીનગર: રાજ્ય સરકારે કોરોનાની (Corona) સ્થિતિન ધ્યાને રાખીને ધો ૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓને (Student) માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે.

આજે રાત્રે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટવીટ્ટ કરીને આ માહિતી આપી હતી. વાઘાણીએ કહ્યું હતું કે ધો-૧થી ૮ તમામ વિદ્યાર્થીઓને ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના વર્ગ બઢતી આપવાનો નિર્ણય કર્યો છે.

વાઘાણીએ કહ્યું હતું કે ૨૦૨૨-૨૩માં વાર્ષિક પરીક્ષાઓના આધારે વર્ગ બઢતી આપવાનો ૨૧-૦૯-૨૦૧૯ના પરિપત્રનો અમલ મોકૂફ રખાયો છે. આ નિર્ણયના કારણે ધો ૧થી ૮ના તમામ વિદ્યાર્થીઓનું પરિણામ જે પણ હોય, તેમાં ગુણ, ગ્રેડ કે ટકાને ધ્યાને લીધા વિના તમામ વિદ્યાર્થીઓને વર્ગ બઢતી આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં રાબેતા મુજબ દ્વિતીય વાર્ષિક પરીક્ષા પૂર્ણ થઈ હોવાથી પરીક્ષાના પરિણામની અસર વિદ્યાર્થીઓની વર્ગ બઢતી પર લાગુ કરવા રહેશે નહીં.

Most Popular

To Top