SURAT

આજે અખાત્રીજ : 50 વર્ષ બાદ ગ્રહોનો અદભુત સંયોગ, બની રહ્યા છે ત્રણ રાજયોગ

સુરત : વૈશાખ માસના શુક્લ પક્ષની ત્રીજ અક્ષય તૃતીયા (Akshay Tritiya) કે અખાત્રીજ (Akhatrij) તરીકે ઉજવવામાં (Celebration) આવે છે. આ વર્ષે અક્ષય તૃતીયાએ મંગળવાર (Tuesday) હોવાથી આ દિવસનું (Day) વિશેષ મહત્વ છે. આ દિવસે તમે કોઈપણ શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર કરી શકો છો. આ વર્ષે અક્ષય તૃતીયા મંગળ રોહિણી નક્ષત્રના શોભન યોગમાં છે, જે તૈતિલ કરણ અને વૃષભ રાશિના ચંદ્રમા સાથે આવી રહી છે. આ અવસર પર મંગળવાર અને રોહિણી નક્ષત્રના કારણે મંગળ રોહિણી યોગ બની રહ્યો છે. જે 50 વર્ષ બાદ અદભુત સંયોગ બની રહ્યો છે.

જ્યોતિષાચાર્ય ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે અખાત્રીજના દિવસે શોભન યોગ અક્ષય તૃતીયાને શુભ બનાવી રહ્યો છે, તો 50 વર્ષ બાદ ગ્રહોના વિશેષ યોગથી અદ્દભુત સંયોગ પણ બની રહ્યો છે. અક્ષય તૃતીયા પર બની રહેલો શુભ યોગ પણ આ દિવસનું મહત્વ વધારી રહ્યો છે. અક્ષય તૃતીયાના દિવસે શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાને કારણે માલવ્ય રાજયોગ, ગુરુના મીન રાશિમાં હોવાથી હંસ રાજયોગ અને શનિ તેના ઘરમાં બિરાજમાન હોવાથી શશ રાજયોગ બની રહ્યો છે. તો આ દિવસે સૂર્ય અને ચંદ્ર તેમની ઉચ્ચ રાશિમાં રહેશે. લગભગ 50 વર્ષ બાદ એવો સંયોગ બન્યો છે કે બે ગ્રહ ઉચ્ચ રાશિમાં અને બે પ્રમુખ ગ્રહ સ્વરાશિમાં હશે. જેથી અક્ષય તૃતીયા પર આ ગ્રહોના યોગથી બનેલા અદ્ભુત સંયોગમાં દાન કરવું ખૂબ જ પુણ્યકારી હશે. આ દિવસે ચાર ગ્રહોનું અનુકૂળ સ્થિતિમાં હોવું અક્ષય તૃતીયાને વધુ ખાસ બનાવે છે. આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરવાથી ઉત્તમ ફળ મળશે.

મે મહિનામાં લગ્ન માટે 15 દિવસ શુભ મુહૂર્ત
જ્યોતિષાચાર્ય મનન પંડ્યાના જણાવ્યા પ્રમાણે મે મહિનામાં લગ્ન માટે 15 દિવસ શુભ મુહૂર્ત છે. અક્ષય તૃતીયા વણજોયું મુહૂર્ત છે, આ કારણે આ દિવસે મુહૂર્ત જોયા વિના પણ લગ્ન કરવામાં આવે છે. મે મહિનામાં 3, 4, 9, 10, 11, 12, 15, 17, 18, 19, 20, 21, 26, 27 અને 31 તારીખે લગ્ન માટે મુહૂર્ત રહેશે.

Most Popular

To Top