Gujarat

છોટા ઉદેપુર જિલ્લામાં 1107 કિ.મી લંબાઈના રસ્તાના 486 કામો મંજૂર

ગાંધીનગર: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના (Chief Minister Gram Sadak Yojana) હેઠળ છોટા ઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૬૦૩.૭૯ કરોડ રકમના ૧૧૦૭ કિ.મી લંબાઈના ૪૮૬ કામો મંજૂર કરવામાં આવ્યાં છે. આ પૈકી રૂ. ૨૬૮.૯૦ કરોડના ૮૪૪ કિ.મી લંબાઇના ૩૩૪ કામો પૂર્ણ કરેલા છે. રૂ ૨૮૦.૬૮ કરોડના ૧૦૪ કિ.મી લંબાઇના ૧૫૮ કાચા/મેટલ સપાટીના રસ્તાને (Road) પ્રથમવાર ડામર સપાટીના બનાવવામાં આવ્યા છે. જ્યારે રૂ.૧૬૪.૪૫ કરોડના ૧૦૮ કિ.મી લંબાઇના ૬૫ કામો પ્રગતિ હેઠળ છે.

વિધાનસભામાં રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આદિજાતિ જિલ્લાઓમાં કુલ-૦૯ પ્રકારની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ તમામ હેડ હેઠળ વર્ષ-૨૦૨૨-૨૩માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર જિલ્લામાં કુલ રૂ.૧૪૭.૧૭ કરોડ રકમની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે, તે પૈકી આજદિન સુધી રૂ.૧૨૩.૦૪ કરોડનો ખર્ચ થયો છે.

છોટા ઉદેપુર જિલ્લામાં વનબંધુ કલ્યાણ યોજના-૧ હેઠળ કુલ રકમ રૂ.૪૬૮.૮૬ કરોડના ૯૭૫.૩૮ કિ.મી લંબાઇના કુલ ૪૦૪ કામો તેમજ વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ કુલ રકમ રૂ.૬૫.૩૯ કરોડના કુલ૨૮ કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ૩૫ પ્રાથમિક શાળાઓ અને ૧૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને પાકા રસ્તાની સુવિધા મળનાર છે.

Most Popular

To Top