Dakshin Gujarat

વલસાડના પારડીમાં ધોરણ 12ના કેમેસ્ટ્રીનું પેપર ફૂટ્યું, ફરિયાદ થતા તંત્ર દોડતું થયું

વલસાડ: રાજ્યમાં ફરી એકવાર પેપર લીક (Paper Leak) થતા તંત્ર દોડતું થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) BBA અને B.comની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ હવે વલસાડ (Valsad) જિલ્લામાં પણ પેપર લીક થયું હોવાનું સામે આવ્યું છે. વલસાડ જિલ્લામાં ધોરણ 12નું કેમેસ્ટ્રીનું પેપર લીક (Chemistry Paper Leak) થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. પેપર લીક થયા બાદ શાળા વિભાગમાં હડકંપ મચી ગયો હતો.

રાજ્યમાં આ પહેલા સરકારી ભરતીના પેપર લીક કૌંભાડ સામે આવ્યા છે. ગુજરાતમાં લગભગ દરેક સરકારી ભરતીમાં કૌંભાડના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે હાલમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને B.comના પેપર લીક થયા હતા. ત્યારે ગત રોજ વલસાડ જિલ્લાના પારડીની ધી પારડી એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત DCO સાર્વજનિક સ્કૂલમાં ત્રિમાસિક પરીક્ષાનું ધોરણ 12નું કેમેસ્ટ્રીનું પેપર લીક થયું છે. મળતી માહિતી અનુસાર ચાલુ પેપરમાં વિદ્યાર્થીની પાસેથી જવાબ સાથેની કાપલી મળી આવતા પેપર લીકનો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

OMRના જબાવ સાથે કાપલી પણ મળી આવી, તંત્ર દોડતું થયુું
વિદ્યાર્થીની પાસેથી OMRના જબાવ સાથે કાપલી મળી આવતા શાળાના સુપરવાઈઝરે આ મામલે શાળાના પ્રિન્સિપાલને જાણ કરી હતી. ત્યાર બાદ પ્રિન્સિપાલે જિલ્લા શિક્ષણ વિભાગે આ અંગે જાણકારી આપતા એજયુકેશન નિરીક્ષક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. હાલમાં તેમના દ્વારા પ્રશ્નપત્ર અને આ કાપલીમાં રહેલા જવાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. મળેલી કાપલી અને પેપરની ચકાસણી કર્યા બાદ પેપર લીક અંગે વધુ માહિતી બહાર આવશે. શિક્ષણાધિકારી કે.એફ.વસાવાએ જણાવ્યું હતું કે, કોઇ પણ વિદ્યાર્થીઓને અન્યાય ન થાય અને સંપૂર્ણ માહિતી બહાર આવે તે દિશામાં શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે.

પેપલ સીલ તૂટીયા વગર જ પેપર લીક થયું
ઉલ્લેખનીય છે કે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે એક પણ પેપરનાં કવરનાં સીલ તૂટ્યા ન હતો. ત્યારે હજુ સુધી આ મામલે પેપર કોણે ફોડ્યું અને ક્યાંથી ફૂટ્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે. યુનિવર્સિટી અથવા તો ઓફસેટમાંથી પેપર લીક થયાની આશંકા કરવામાં આવી છે. આ મામલે ભક્તિનગરના PI સરવૈયાએ ખુદ યુનિવર્સિટીમાં જઈને તપાસ હાથ ધરી હતી. હાલમાં આ પેપર લીક મામલે FSLની પણ મદદ લેવાઈ છે.

Most Popular

To Top