Charchapatra

ચાંદલો ખોવાયો છે!

ચાંદલો ખોવાયો છે. ટેલિવિઝનની જાહેરાતોમાં સામાજિક જીવનમાં, અખબારોની પૂર્તિઓાં છપાતી વિવિધ જાહેરાતોમાં ફોટોગ્રાફીમાં જયાં સ્ત્રીઓ જોવા મળે છે ત્યાં પરંપરાત વસ્ત્રોનું રૂપાંતરણ પાશ્ચાત્ય વસ્ત્ર પ્રણાનીઓમાં થવાની સાથે સાથે સ્ત્રીઓનો કપાળ પરથી ચાંદલો ગાબ થઇ ગયેલો જોવા મળે છે. માની લીધું કે સમૂહવસ્ત્ર પરિધાનમાં ચાંદલો નડતરરૂપ બનતો હોય પરંતુ સ્ત્રીઓના સૌભાગ્ય સાથે જેનું જોડાણ છે તેને આટલું સાહજીકતાથી ભૂલવું એ આપણે આપણી જ સ્થાપિત પરંપરાઓ જે કેટલાક તાર્કિક કારણોસર સ્ત્રીઓના સ્વાસ્થ્ય સાથે જોડાયલ છે. તેના પર વાત સમાન છે. વૈશ્વિક બદલાવ સાથે ભારતીય નારી પણ બદલાય પરંતુ પરંપરાગત મૂલ્યને અવગણીને નહીં. એવા ઘણાં સંપ્રદાય છે જયાં આજે પણ પારંપારિક મૂલ્યને જાળવી આધુનિકતા અપનાવવામાં આવે છે તો હિંદુ સંપ્રદાયની નારી કેમ નહીં? થોડું વિચારીેએ અને પછી બદલાવ લાવીએ. સુરત – સીમા પરીખ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top