Columns

નક્ષત્રોથી કારકિર્દીનું માર્ગદર્શન

હવે તમારે કઈ લાઈનમાં જવું જોઈએ ?…. નક્ષત્રો માર્ગદર્શન આપવા તૈયાર છે. પરીક્ષાના પરિણામ આવતાંની સાથે જ કંઈ લાઈનમાં જવું – કયો વિષય પસંદ કરવો – સરકારી નોકરી મળે તેવી લાઈન કંઈ જેવા વિચાર વિદ્યાર્થી અને વાલીને સતત હેરાન કરતા હોય છે. અહીં નક્ષત્રના આધારે તમે કારકિર્દીને કઈ દિશામાં લઈ જઈ શકો તેનું સરળ માર્ગદર્શન આપવા પ્રયાસ છે. આમાં તમારું જન્મ નક્ષત્ર – સૂર્ય નક્ષત્ર – લગ્ન નક્ષત્ર તથા દશમ ભાવનું નક્ષત્ર આ ચારેયનો આધાર લઈ શકાય તેમ છે.

1) અશ્વિની નક્ષત્ર : મશીનરી સાથેના કાર્યો, ધાતુ તથા લોખંડનું ઉત્પાદન, પોલીસ અથવા સુરક્ષા દળોમાં નોકરી, જેલ કર્મચારી, સર્જન, હોટલ એન્ડ હોસ્પિટાલીટી ક્ષેત્ર, ઈલેક્ટ્રીક્લ ઈજનેર, ઈલેટ્રીશ્યન જોખમ ભરેલા કામો, પશુપાલન -આ ક્ષેત્રોમાં લાભ મળે.
2) ભરણી નક્ષત્ર : સંગીત-કલા-મોડેલીંગ- જાહેરાત ક્ષેત્ર-પ્રદર્શન ઉદ્યોગ – મનોરંજન ઉદ્યોગના ક્ષેત્રો, ચાંદીનો વેપાર, ચાંદીનો કારીગર, ખાતર ઉદ્યોગ, ઈન્કમટેક્સ, દવા અને રસાયણો, અભિનય અને દેહ વ્યાપાર (શરીરના દેખાવના માધ્યમથી) લાભ મળે.
3) કૃતિકા નક્ષત્ર : ભૂ-સંપદા, શેર દલાલી, સટ્ટાબાજી, સૂકો મેવો, ઉચ્ચ ખાતાઓમાં નોકરી, પૈતૃક વ્યવસાય, પર્યટન ઉદ્યોગ, અને ચિકિત્સા ક્ષેત્રથી લાભ મળે.

4) રોહિણી નક્ષત્ર : જળ પદાર્થો, નૌકા ક્ષેત્ર, સમુદ્ર ક્ષેત્ર, દૂધ તથા દૂધ આધારીત તમામ પદાર્થો, હોટલ રેસ્ટોરન્ટ ઉદ્યોગ, ફળના રસ, ચાંદી, મોતી, રાજનીતિ, મેરેજ બ્યુરો, કાચના સામાન, પ્લાસ્ટીક, સૌદર્ય પ્રસાધનના ક્ષેત્રમાં લાભ મળે.
5) મૃગશિર્ષ નક્ષત્ર : પોલીસ તથા સેનામાં નોકરી, ઉદ્યોગ અને મશીન સંબંધી કાર્યો, જમીન લે-વેચ-દલાલી, આગ તથા વિજળી સાથેના કાર્યો, સર્જરી, ટેલિકોમ્યુનિકેશન, રેડિયો, મિકેનીકલ ઈજનેર, યંત્ર ઉપકરણ નિર્માતા, વિજળીના ઉપકરણ બનાવનાર – રીપેર કરનાર જેવા ક્ષેત્રમાં લાભ મળે.

6) આદ્દા નક્ષત્ર : વિજ્ઞાપન ક્ષેત્ર, પ્રચાર-પ્રસાર, પુસ્તકનું લેખન-સંપાદન-મુદ્રણ, પત્રકારત્વ, વાણિજ્ય પત્ર લેખન, ગૂઢ અને ગહન અધ્યયન, મનન, ચિંતન, શોધન-સંશોધન, પરમાણુ ઉર્જા, બજાર વિશેષજ્ઞ, વિમાન ક્ષેત્ર, દલાલી, વાસણ ઉદ્યોગ જેવા ક્ષેત્રમાં સફળતા મળે.
7) પુનર્વસુ નક્ષત્ર : આકડાશાસ્ત્ર, ગણિત, જ્યોતિષ, બેંક, પેથોલોજી, નૌ સેના, પુરોહિત-કર્મકાંડી, ન્યાયાધીશ, સોનીકામ, રેશમ તથા સૂતરાઉ કાપડનો વેપાર-વણાટ, પ્રુફ રીડીંગ, અધ્યાપન, શિક્ષણ, કાનૂની સલાહકાર, બેંકર, નાણાકીય કંપનીઓ, ધર્મ સંસ્થાન, ટપાલ વિભાગ, ટૂર મેનેજમેન્ટ જેવા ક્ષેત્રમાં કારર્કિદી બને.

8) પેટ્રોલિયમ પેદાશો, ગેસ, લોખંડ, કોલસો, ખનિજ પદાર્થો, ભૂમિ સંબધિત કાર્યો, બાંધકામ ક્ષેત્ર, ઈંટ નિર્માતા, માર્ગ-પરિવહન નિર્માતા જેવા ક્ષેત્રોમાં સફળતા મળે.
9) આશ્લેષા નક્ષત્ર : અધ્યાપન, લેખન, સંપાદન, પત્રકાર, મુદ્રક, પ્રકાશક, કાગળ તથા સ્ટેશનરી ક્ષેત્ર, એરહોસ્ટેસ, એરપોર્ટ મેનેજમેન્ટ, નર્સીગ, પારાનો વ્યાપાર જેવા ક્ષેત્રોમાં લાભ મળે.
10) મધા નક્ષત્ર : ઈલેકટ્રીક સાધનો, જુઠ્ઠા દાગીના, દવા અને રસાયણ, વકીલાત, સરકારી નોકરી, અનાજ કરીયાણાનો વેપાર, સરકારી વિભાગના કોન્ટ્રાકટર, માલસામાન પૂરો પાડનાર જેવા ક્ષેત્રોમાં લાભ મળશે.
11) પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર : સંગીત-કલા-અભિનય ક્ષેત્ર, ફોટોગ્રાફી, ચિત્રકાર, મોંઘા વસ્ત્રો, મોબાઈલ ફોન, ચર્મ ઉદ્યોગ, કાચનો સામાન, પશુચિકિત્સા, સ્ત્રીને લગતી શિક્ષણ વ્યવસ્થા, પરિવહન સેવા જેવા ક્ષેત્રોમાં તક મળે.

12) ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર : આંખનો ઉદ્યોગ, કાજલ, ઔષધી, ચશ્માં જેવા ક્ષેત્ર, ખગોળ વિજ્ઞાન, રાજદૂત-દૂભાષિયા, આરોગ્ય કર્મચારી, સમાચાર પત્ર, ટેલીફોન ક્ષેત્ર, શેરબજાર જેવા ક્ષેત્રમાં જલદી સફળ થવાય.
13) હસ્ત નક્ષત્ર : વસ્ત્ર-પરિધાન-વાણિજ્ય-દૂરસંચાર-કલા-રાજનીતિ, જળ પરિવહન, સુગંધી દ્રવ્યોનો વેપાર, રબર ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સફળતા હાથ ચૂમશે.
14) ચિત્રા નક્ષત્ર : વકિલ, ન્યાયાધીશ, દાર્શનિક, દલાલી, મીડીએશન, આભૂષણ તથા અત્તરનો વ્યવસાય, ઓટોમોબાઈલ, કિંમતી નંગો, ફિલ્મક્ષેત્ર, વૈભવી સામગ્રીઓ, મિસ્ત્રીકામ, વૈજ્ઞાનિક, કોર્ટ કચેરીના કાર્યો જેવા ક્ષેત્રોમાં લાભ મળે.
સ્વાતિ નક્ષત્રથી રેવતી નક્ષત્રની ચર્ચા આવતા મંગળવારે કરીશું

Most Popular

To Top