Entertainment

શાહરૂખ ખાનનો ટકલુ લૂક જોઈ ફેન્સ શોક્ડ, પ્રિવ્યુ રીલિઝ

મુંબઈ: શાહરૂખ ખાનની (Shah Rukh Khan) આવનારી ફિલ્મ (Film) ‘જવાન’ (Jawan) ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાનને ફિલ્મ ‘પઠાણ’માં (Pathan) જોયા બાદ ફેન્સ તેને ફરીથી જોવા માટે ઉત્સુક છે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનની કેમેસ્ટ્રી પણ લોકોને ઘણી પસંદ છે. ત્યારે આજે જવાનના ટ્રેલર પહેલા મેકર્સે આ ફિલ્મનો પ્રિવ્યુ વીડિયો રીલિઝ કર્યો છે જેમાં શાહરુખનો દમદાર લૂક જોવા મળી રહ્યો છે.

ખાસ કરીને વીડિયો રીલિઝ થતાં શાહરૂખનો લૂક ચર્ચામાં આવ્યો છે. ઘણાં મીમ્સ પણ વાઈરલ થઈ રહ્યાં છે. શાહરૂખના લૂકને હોલિવૂડ અને સાઉથમાંથી કોપી કરવામાં આવ્યા હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. આ માટેના ઉદાહરણ પણ ફેન્સ આપી રહ્યાં છે. પહેલા જો યશના લૂકની વાત કરીએ તો જવાનમાં શાહરૂખનો એક સીન એવો છે જેમાં તે KGFનાં યશની જેમ ઓરેન્જ શર્ટ પહેરી ઉપરના બટનના ખુલ્લા રાખયા છે આ ઉપરાંત તેને પછાળીથી લોકો ચીયર કરી રહ્યાં છે.

શાહરૂખનો ટકલુ વાળો લૂક વધારે ચર્ચામાં છે આ સીન ખાસ ગણવામાં આવે છે. લોકોનાં મતે આ સીન સાઉથના રજનીકાંતના શિવાજી ધ બોસ ફિલ્મમાંથી કોપી કરવામાં આવ્યો છે. શિવાજી ઘ બોસ ફિલ્મમાં જે રીતે રજનીકાંતને ટકલુ બતાવવામાં આવે છે અને સાથે તેની ફ્રેન્ચ દાઢી રાખી છે તેવો જ લુક એક સીનમાં જવાનમાં શાહરૂખનો જોવા મળે છે જેમાં તે ટકલું જોવા મળે છે.

ફિલ્મ અપરિચિતમાં જે રીતે વિક્રમે ડબલ રોલ નીભાવ્યો છે તેવી જ રીતે જવાનમાં શાહરૂખ પણ ડ્યુલ રોલમાં છે. અપરિચિત ફિલ્મમાંથી પણ એક સીનની કોપી કરી હોય તેવી સીન જવાનમાં શાહરૂખનો છે જેમાં તેણે માસ્ક લગાવ્યું છે. બાહુબલીમાં જે રીતે શિવગામી પોતાના બાળકને સફેદ કપડામાં લપેટીને ભીડ આગળ ચિલ્લાઈ હતી આવો જ સીન જવાનમાં છે જે શાહરૂખના બાળપણને દર્શાવે છે.આ સીનમાં સફેદ કપડામાં એક બાળકને ભીડ વચ્ચે તેઓના મસીહા તરીકે બતાવ્યો છે. હોલિવૂડની વાત કરીએ તો ડાર્ક નાઈટ ફિલ્મની જેમ જવાનમાં શાહરૂખને તેના ચહેરા પર પટ્ટીઓ બાંધેલો હોય તેવા સીનમાં બતાવાયો છે.

ટ્વિટર પર પણ હાલ જવાન ચર્ચામાં છે લોકો કહી રહ્યાં છે કે આ ફિલ્મમાં હોલિવૂડ અને સાઉથનાં સીન ચોરી કરવામાં આવ્યાં છે જ્યારે અન્ય યુઝર્સ કહી રહ્યાં છે કે આ થારા ભાઈની સ્ટાઈલ છે. ફિલ્મને સાઉથ ડાયરેકટર એટલીએ ડાયરેકટ કર્યું છે. જવાનમાં દીપિકા અને શાહરૂખ સાથે, સાઉથ સુપર સ્ટાર નયનતારા, સાનિયા મલ્હોત્રા, પ્રિયમણી, સુનિલ ગ્રોવર અને વિજય સેતૂપતી જોવા મળશે.

Most Popular

To Top