SURAT

CCTV: બારડોલીમાં સીમા સુઝુકીનાં શો રૂમમાં સર્વિસને લઈ બખેડો, ગ્રાહક અને કર્મચારીઓ વચ્ચે છુટ્ટાહાથની મારા મારી

સુરત: બારડોલીમાં (Bardoli) બાઇકના શોરૂમમાં (Bike Showroom) ફિલ્મી ઢબે ખુલ્લા હાથની મારામારીના વિડીયો (Video) સામે આવતા અનેક પ્રશ્નો ઉભા થાય છે. સર્વિસમાં મુકેલી મોપેડની કામગીરીથી (Service) અસંતુષ્ટ બાબેનના યુવાને આક્રોશ વ્યક્ત કરતા કર્મચારીઓ સાથે બબાલ બાદ છુટ્ટાહાથની મારા મારી થઈ હોવાનું સામે આવ્યું છે.

બારડોલી સુરત રોડ પર સીમા સુઝુકી નામથી સુઝુકી કંપનીના સ્કૂટરનો શો-રૂમ આવેલો છે. આ શો રૂમમાં મંગળવારે બપોરે બાબેનની કાલીબસ્તીમાં રહેતો યાકુબ અસલમ શેખ અને ઈસ્માઈલ યુનુસ અન્સારી પોતાનું સુઝુકી એક્સેસ સ્કૂટર બનાવવા માટે આવ્યો હતો. સ્કૂટર બની ગયા બાદ તેને ચલાવી જોતાં સ્ટિયરિંગ જામ થઈ ગયું હતું. આ બાબતે સર્વિસ સેન્ટરના મિકેનિકલ સુરેશભાઇ સન્મુખભાઈ હળપતિને કહેતા તેમણે ટાયરમાં હવા ઓછી હોવાથી આવું થતું હશે એમ જણાવતા યાકુબ ઉશ્કેરાય ગયો હતો અને રૂપિયા પૂરા લો છો અને કામ બરાબર નથી કરતાં એમ કહી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી શો રૂમનો અન્ય સ્ટાફ ભેગો થઈ જતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું અને એકબીજા સાથે છૂટા હાથની મારમારી શરૂ કરી હતી. લાકડી અને ઈંટો વડે એક બીજાને માર મારવા લાગ્યા હતા. આ દરમ્યાન યુનુસે તેના અન્ય મિત્રોને બોલાવ્યા હતા. જેમાં કદીર અસલમ શેખ, સાહિદ અકબર મન્સૂરી અને આબિદ રાજુ ખટિક, જાબીર ઉર્ફે સલમાન રમજુ ખટિક અને સાહિલ સઇદ શેખ હાથમાં લાકડાના સપાટા લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને મારમારી કરવા લાગ્યા હતા. સામે પક્ષે શોરૂમના સ્ટાફના માણસોએ પણ લાકડી અને ખુરશી વડે હુમલો કર્યો હતો.

મારમારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ બારડોલી ટાઉન પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે શો-રૂમના કર્મચારી કેયૂર ભરતભાઇ પરમાર (રહે પિસાદ, માહયાવંશી ફળિયા, તા. પલસાણા)ની ફરિયાદને આધારે બાબેનની કાલીબસ્તી ખાતે રહેતા યાકુબ અસલમ શેખ, ઈસ્માઈલ યુનુસ અન્સારી, કાદિર અસલમ શેખ, સાહિદ અકબર મન્સૂરી, આબિદ રાજુ ખટિક, જાબીર ઉર્ફે સલમાન રમજુ ખટિક અને સાહિલ સઇદ શેખ વિરુદ્ધ તેમજ ગ્રાહક ઈસ્માઈલ યુનુસ અન્સારીની ફરિયાદના આધારે કેયૂર ભરભાઈ પરમાર(રહે પિસાદ, માહયાવંશી ફળિયા, તા. પલસાણા), સુરેશ સન્મુખ હળપતિ (રહે કરચકા, તા, બારડોલી), રોહિત સન્મુખ ચૌધરી (રહે હિંડોલીયા, તા. બારડોલી), વિવેક લક્ષ્મણ રાઠોડ (રહે મહાવીર માર્કેટ, શેઠ ફળિયા, બારડોલી) અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સીમા સુઝુકીના શોરૂમમાં થયેલી મારામારીના CCTV સએ આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. શોરૂમના કર્મચારીઓને મોપેડ સર્વિસ ને લઈ રજુઆત કરતા હોબાળો થયો હોવાનું અને ત્યારબાદ વાત મારામારી સુધી પહોંચી હોવાનું વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે. ગ્રાહક અને સેવીસ સેન્ટર ના કર્મચારીઓ વચ્ચે થયેલી મારામારીની ઘટના બાદ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે શો રૂમના CCTV કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top