Gujarat

દારૂબંધી માત્ર કાગળ પર : ગુજરાતમાં દરરોજ ઠલવાતો કરોડો રૂપિયાનો દારૂ : ઠાકોર

ગાંધીનગર : બોટાદ તથા ધંધુકાના કેટલાંક ગામોમા લઠ્ઠાંકાડના કારણે 36 લોકોના મોત (Death) થયા છે ત્યારે ગુજરાત (Gujarat) કોંગ્રેસના (Congress) અધ્યક્ષ જગદીશ ઠાકોર તથા વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના નેતાઓની ટીમ આજે બોટાદના લઠ્ઠાંકાડથી (Latthakand) અસર પામેલા ગામોની મુલાકાતે દોડી ગઈ હતી. એટલું જ નહીં મૃતકોની અર્થિને કાંધ આપી હતી.

મૃતકોના પરિવારજનોને મળ્યા બાદ લઠ્ઠાકાંડ મામલે સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, નશાબંધીના ચુસ્ત કાયદાના ગાણા ગાતી જાહેરાતો કરતી ભાજપ સરકારના શાસનમાં ગુજરાતમાં રોજ બેરોકટોક કરોડો રૂપિયાનો દારૂ ઠલવાઇ રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે અને ગુજરાતના ભવિષ્ય સમાન યુવાનો નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યાં છે. ભ્રષ્ટાચારમાં ગળાડુબ ભાજપા સરકાર – ગૃહવિભાગ, કાગળ પરની દારૂબંધી અંગે નિષ્ફળ ભાજપા સરકાર લાજવાને બદલે ગાજવાનું બંધ કરે. ગુજરાતમાં ઠેરઠેર દારૂના બેરોકટોક વેચાણ અને મહેફીલ કાંડ, લઠ્ઠાકાંડ સહિતની નિષ્ફળતા અંગે ભાજપ સરકાર કેમ મૌન છે ? શાસકપક્ષના આદેશથી સત્તાધીશોની સીધી દોરવણી હેઠળ અધિકારીઓની મીલીભગતથી ચાલતી ગુજરાતમાં દારૂબંધી એ માત્ર નાટક છે, જેની લઠ્ઠાકાંડ ગવાહી છે. કોંગ્રેસ પક્ષના જનપ્રતિનિધી, સ્થાનિક જનતા “જનતા રેડ” કરીને મોટાપાયે દારૂનો જથ્થો પકડે ત્યારે પકડાવનાર પર કાર્યવાહી કેમ ? ગુજરાતના એક જિલ્લાના પોલીસવડાએ પત્ર લખી દારૂના ખેપીયા, બૂટલેગરોનું પોલીસ દ્વારા પાયલોટીંગ કરવામાં આવે છે તેવા સત્તાવાર જાણ કરી તેમ છતાં કાર્યવાહી કેમ નહીં ? સ્થાનિક સરપંચની લેખિત રજુઆત છતાં કોઈ પગલા ભરાયા નહીં અને લઠ્ઠાકાંડ થયું. 36 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે જિલ્લાની સ્થાનિક સંકલન સમિતિમાં લેખિત રજુઆત કરી હતી તેમ છતાં પોલીસ તંત્રએ કોઈપણ પગલા લીધા ન હતા. તાજેતરમાં અમદાવાદ, બોટાદ, ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં લઠ્ઠાકાંડને કારણે 36થી વધુ મૃતકના પરિવારજનોને સાંત્વના અને જાત માહિતી માટે બરવાળાના રોજીદ ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીગ્નેશ મેવાણી, સ્થાનિક ધારાસભ્ય રાજેશ ગોહિલ, લાખાભાઈ ભરવાડ સહિત આગેવાનોએ પરિવારજનોની મુલાકાત લીધી હતી.

Most Popular

To Top