National

ભારે વરસાદ બાદ બિહારમાં ગંગા નદી પર બનેલો પીપા પુલ પાણીમાં વહી ગયો

બિહાર : બિહરમાં (Bihar) ગંગા નદી (Ganga River) પર બનેલો પીપા પુલ (Pipa bridge) મંગળવાર બપોરે આવેલા જોરદાર તોફાન અને વરદસાદના કારણે પાણીમાં ધોવાઈ ગયો હતો. આ પુલ પાણીમાં ધોવાઈ જવાના કારણે રાધોપૂર (Radhopur) જીલ્લાના મુખ્ય કાર્યાલયનો હાજીપુરા (Hajipura) સાથેનો સડક માર્ગનો સંપર્ક તુટી ગયો હતો. જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.


લોકો માટે અવરજવર માટેનો એક માત્ર સહારો હતો
પીપા પુલ રાધોપૂર જીલ્લાના મુખ્ય કાર્યાલયની આજુબાજુમાં રહેતા લોકો માટે અવરજવર માટેનો એક માત્ર સહારો હતો. તમને જણાવી દઈએ કે વૈશાલીમાં દિયારે ગામ લગભગ ત્રણ લાખની વસ્તી ધરાવે છે. આ પુલ તુટી જવાના કરણે આ ત્રણ લાખની વસ્તીની સામે મોટા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા ઉભી થઈ હતી.

અવરજવર કરવા માટે એક માત્ર બોટનો સહારો
આ પુલ નદિમાં વહી જવાના કારણે ત્યાના લોકોને અવરજવર કરવા માટે હવે એક માત્ર બોટનો સહારો જ રહ્યો છે. રાધોપુર દિયારે ગામના લોકોને વરસાદની સિઝનમાં અને વરસાદની સિઝન પુર્ણ થયા બાદ પણ બોટના સહારે નદી પાર કરવી પડશે. ત્યાના લોકોને હવે ગંગા મૈયાની કૃપાથી જ નદી પાર કરવાની રહશે. હવે આ પુલ વહી જવાના કારણે ગામના લોકો પહેલાથી નક્કી થયેલા લગ્ન પ્રસંગને લઈ ચિંતામાં છે. ગામમાં જાન કેવી રીતે આવશે અને કેવી રીતે જશે તેની ત્યાંના લોકોને ચિંતા છે. પુલ તૂટી જવાથી ત્યાના લોકોને મજબુરીમાં વર અને કન્યાને બોટથી જ નદી પાર કરવાની રહશે.

પુલ ધોવાઈ જવાથી નાવીકોમાં ઉત્સાહ
ગંગા નદી પર બનેલો જમીનદારી ઘાટ પીપા પુલ ધોવાઈ જવાથી ત્યાના નાવિકોમાં ઉસાહ જોવા મળી રહ્યો હતો. પુલ પાણીમાં વહી જવાથી નાવિકોએ ભાડુ પણ વધારી દીધુ હતું. પહેલા આ નદી પાર કરવાના વ્યક્તિ દીઠ 10 રૂપિયા હતા જ્યારે હવે આ ભાડુ વધીને વ્યક્તિ દીઠ 20 રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ સાથે નાવિકોએ ઓવર લોડ પણ ભરવાનું શુરૂ કરી દીધું હતું. ભાજપના નેતા ગૌતમ સિંહે કહ્યું હતું કે સરકારે આ પુલ પાછળ 85 લાખ રૂપિયા ખર્ચ્યા હોવા છતા પીપા પુલ યોગ્ય સેવા આપી શક્યો નથી.

Most Popular

To Top