Madhya Gujarat

ભેંસાલ ગ્રામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં

શહેરા: શહેરા તાલુકાની ત્રણ હજારની વસ્તી ધરાવતી  ભેંસાલ ગામ પંચાયત પાછલા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે. તલાટી-કમ-મંત્રી રાજીવ ગાંધી  ભવન ખાતે બેસીને પોતાની કામગીરી કરતા હોય ત્યાં પણ છત પરથી વરસાદી  પાણી જમીને  ટપકતા  અહી આવતા અરજદારોને ભારે હાલાકી પડી રહી છે.શહેરા તાલુકાની ત્રણ  હજારની વસ્તી ધરાવતી   ભેંસાલ  ગામની ગ્રામ પંચાયત ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે.

જેને લઇને  તલાટી કમ મંત્રી રેખાબેન રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને પોતાની નૈતિક ફરજ બજાવી રહયા છે.   હાલ  તલાટી ક્રમ મંત્રી જે જગ્યા એ  બેસીને  અરજદારોના કામ કરી રહ્યા હોય તે  છત પરથી વરસાદી પાણી જમીને  ટપકી રહ્યું છે. ગ્રામ પંચાયત કચેરી નવીન બને તે માટે સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા તાલુકા પંચાયત  તેમજ  લાગતી વળગતી કચેરી ખાતે લેખિત અને મૌખિક રજુઆત કરવામા આવી હતી. ગ્રામ પંચાયત કચેરી નવીન બનાવવા માટે મંજૂરી નહીં મળતા નાછૂટકે પાછલા કેટલાક વર્ષથી તલાટી કમ મંત્રી ગામનો વહિવટ રાજીવ ગાંધી ભવન ખાતે બેસીને કરી રહ્યા હોય ત્યારે  જવાબદાર તંત્ર ઉપરોક્ત બાબતને ક્યારે ગંભીરતા લેશે તે તો જોવું  બની રહયુ  છે.

Most Popular

To Top