Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં ગયા વર્ષ કરતા 3.59 ટકા પરિણામ ઓછું આવ્યું !!

ભરૂચ: ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB)ની માર્ચ-૨૦૨૩માં લેવાયેલી ધો-૧૦(SSC) પરીક્ષાનું પરિણામ ગુરૂવારે સવારે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લાનું પરિણામ ૬૧.૦૭ ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીમાં ૩.૫૯ ટકા પરિણામ ઓછું આવ્યું છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં સૌથી વધુ ભરૂચ-૩ કેન્દ્રનું ૭૮.૨૯ ટકા પરિણામ આવ્યું છે. જયારે સૌથી ઓછું દરીયા કેન્દ્રનું ૩૮.૫૭ ટકા પરિણામ આવ્યું છે. ભરૂચ જિલ્લામાં A1-ગ્રેડમાં ૧૦૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. આખા ભરૂચ જિલ્લામાં ૧૩ શાળાઓ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે. જયારે ૩ શાળાઓમાં ૦(ઝીરો) ટકા પરિણામ મેળવ્યું છે.

તા-૨૫મી મેના રોજ ધો-૧૦માનું પરિણામ જાહેર થવાનું હોવાથી પરીક્ષાર્થીઓ અને પેરેન્ટસ ઓનલાઈન રીઝલ્ટ જોવા માટે સવારથી તાલાવેલી હતી. સવારે ૮ વાગ્યે જાહેર થવાનું હોવાથી નિર્ધારિત સમય કરતા ૧૫ મિનીટ વહેલું પરિણામ જાહેર કરી દીધું હતું.જેને લઈને ઓનલાઈન રીઝલ્ટ મેળવીને વ્હોટ્સએપ પર પરિણામ મોકલવાના શરુ કરી દેવાયા હતા.
ધો-૧૦(SSC) બોર્ડની પરીક્ષામાં ૧૮૩૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા. જેમાંથી ૧૮૨૬૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ગુરુવારે પરિણામ જાહેર થતા ભરૂચ જિલ્લામાં ૬૧.૦૭ ટકા પરિણામ આવ્યું હતું. જો કે ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર GIDC કેન્દ્ર વચ્ચે અગાઉથી ટકાવારીમાં ફાઈટ રહેશે એવું શિક્ષણજીવીઓનું અનુમાન હતું.જેમાં આ વખતે ભરૂચ-૩ કેન્દ્રએ બાજી મારીને સૌથી વધુ ૭૮.૨૯ ટકા પરિણામ મેળવ્યું છે.ભરૂચ જીલ્લામાં ૧૩ શાળાઓનું ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.૨૬ શાળાઓ ૩૦ ટકાથી ઓછું અને ૩ શાળાઓ ૦(ઝીરો) ટકા પરિણામ મેળવ્યું છે .

A1-૧૦૨, A2-૭૯૧, B1-૧૮૦૭, B2-૨૯૭૮, C1-૩૫૩૫, C2-૧૮૨૫, D-૧૮૬, E1-૪૧૩૭, E2-૨૯૨૭, EQC-૧૧૧૫૨ ગ્રેડ આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ૩૨ કેન્દ્રોનું પરિણામમાં આમોદ કેન્દ્ર-૪૧.૨૯ ટકા,અંકલેશ્વર કેન્દ્ર-૭૨.૨૦ ટકા,અંકલેશ્વર GIDC-૭૬.૦૮ ટકા,અંકલેશ્વર(૨)-૬૯.૯૫ ટકા,અંકલેશ્વર (૩)-૪૮.૮૬ ટકા,ભરૂચમાં-૬૧ ટકા,ભરૂચ (૨) ૫૪.૮૮ ટકા,સૌથી વધુ ભરૂચ (૩)-૭૮.૨૯ ટકા, ભરૂચ(૪)-૭૪.૯૮ ટકા,હાંસોટ-૬૦.૬૪ ટકા,જંબુસર-૪૮.૧૫ ટકા,ઝઘડિયા-૫૫.૭૪ ટકા,પાલેજ-૭૨.૭૭ ટકા,વાલિયા-૬૮.૫૯ ટકા,નબીપુર-૪૮.૫૬ ટકા,વાગરા-૪૯.૬૫ ટકા,નેત્રંગ-૬૨.૯૧ ટકા,સામલોદ-૭૬.૭૯ ટકા,ટંકારીયા-૬૩.૩૮ ટકા,કરમાડ-૫૭.૬૨ ટકા,નાહિયેર-૬૮.૩૫ ટકા,રાજપારડી-૪૩.૦૨ ટકા,દહેજ-૬૬.૫૪ ટકા,શુકલતીર્થ-૫૬.૧૮ ટકા,ત્રાલસા-૭૦.૪૧ ટકા,(સૌથી ઓછું) દરીયા-૩૮.૫૭ ટકા,ડહેલી-૩૯.૩૫ ટકા,જાગેશ્વર-૬૨.૫૦ ટકા,અંદાડા(ગડખોલ)-૬૨.૨૫ ટકા,નહાર-૬૧.૪૫ ટકા,થવા-૪૮.૭૭ ટકા અને ગજેરા કેન્દ્રનું -૫૧ ટકા પરિણામ આવ્યું છે.

Most Popular

To Top