Dakshin Gujarat

GPCB એ ક્લોઝર નોટીસ ફટકારતા પાનોલીની ફાર્મા કંપની હાઈક્લને થયું મોટું નુકસાન

ભરૂચ: ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડએ (GPCB) ફાર્મા કંપનીને પર્યાવરણીય ધોરણોના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ સ્થિત હાઈક્લ લીમીટેડ પ્લાન્ટમાં ઉત્પાદનની કામગીરી બંધ કરવા ક્લોઝર નોટિસ ફટકારી છે. આ કાર્યવાહી બાદ હાઈકલ લિમીટેડના શેરના ભાવમાં 8 ટકાથી વધુનો ધરખમ ઘટાડો થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ –NSE પર કંપનીનો શેર રૂ.278 ના ભાવે બંધ થયો હતો.

GPCBએ હાઈક્લ લીમીટેડને પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન બદલ ભરૂચ જિલ્લામાં પાનોલી GIDC ખાતેના પ્લાન્ટની કામગીરી ૧૫ દિવસની અંદર બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

કથિત હાઈક્લ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘હાઈક્લ પ્લાન્ટ પર્યાવરણીય અનુપાલનને અત્યંત ગંભીરતાથી લે છે અને નિયમોનું પાલન અને પર્યાવરણીય સંવાદિતા જાળવવાના મહત્વને સમજે છે. અમે અમારા હિતધારકોને ખાતરી આપવા માંગીએ છીએ કે અમે નિયમનકારી સત્તાધીશો દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરવા માટે તાત્કાલિક રીતે યોગ્ય પગલાં લઈ રહ્યા છીએ.’

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘નિર્દેશ પાછળના કારણો સમજવા અને નિરાકરણ મેળવવા માટે કંપની GPCB સાથે સંકલનમાં છે. અમે નિશ્ચિતપણે માનીએ છીએ કે ક્લોઝરની દિશા પુનઃવિચારને પાત્ર છે અને અમે સંબંધિત અધિકારીઓને આ બાબતે અમારું વલણ વ્યક્ત કર્યું છે.’

માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો વાર્ષિક નફો ૭૪ ટકા વધ્યો
ખાસ કરીને કંપનીની આર્થિક સ્થિતિ જોતાં માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે ૭૪ ટકા વધીને રૂ.૩૬ કરોડ નોંધાયો હતો. કુલ આવક રૂ.૫૪૫ કરોડ પર પહોંચી છે. જે અગાઉના નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં રૂ.૫૦૨ કરોડની સરખામણીએ ૯ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઓપરેટિંગ સ્તરે વ્યાજ, કર, ઘસારા અને ઋણમુક્તિ પહેલાની કમાણી અગાઉના વર્ષના સમાન સમયગાળા દરમિયાન રૂ.૬૧ કરોડથી રૂ.૪૮ ટકા વધીને રૂ.૯૦ કરોડનો થયો હતો.

કંપનીએ સ્ટોક એક્સચેન્જોને જાણ કરી હતી કે, તેને GPCB તરફથી તા.૨૧મી જુલાઈના રોજ આદેશ નોટીસ મળી છે. જેમાં તેને આદેશની તારીખથી ૧૫ દિવસની અંદર ભરૂચમાં પાનોલી GIDC ખાતેના તેના પ્લાન્ટની કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. તા.૨૨ જુલાઈના રોજ ઓર્ડર મળ્યો હતો. જે કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં ઈશ્યુ કરવામાં આવ્યો હતો. આ આદેશ પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ ૧૯૮૬ની કેટલીક જોગવાઈઓના કથિત ઉલ્લંઘન સાથે સંબંધિત છે.

હાઈક્લ કંપનીના શેરના છેલ્લા અપડેટ
Closing Price : ૨૭૮.૦૦ −૨૪.૪૦(૮.૦૭%)
52-wk high : ૪૨૭.૮૦
52-wk low : ૨૪૫.૩

Most Popular

To Top