Dakshin Gujarat

ભરૂચ: ત્રીસ લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ખૂલ્યો, બે આરોપીની ધરપકડ

ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના પોલીસના ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલી સૂચનાના આધારે ક્રાઇમ બ્રાંચના (Crime Branch) કર્મીઓ ઘરફોડ ચોરીના ગુના અટકાવવા બાબતે અનડિટેક ગુનાઓ બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જે બાદ પોલીસ (Police) વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજની (CCTV Footage) મદદથી શકમંદ ઈસમો તેમજ અમુક શકમંદ વાહનો દેખાયાં હતાં. જેથી આ શકમંદ ઈસમો તથા વાહનો સુધી પહોંચવા પોલીસ વિભાગની ટીમો સક્રિય થઇ હતી.ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન માહિતી મળી હતી કે, કોઈ શકમંદ ઈસમ મોપેડ ઉપર ભરૂચ શહેરમાં દેખાયો છે અને હાલ તુલસીધામથી દહેજ બાયપાસ રોડ તરફ જાય છે. જેથી ક્રાઇમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી આરતી એપાર્ટમેન્ટ પાસે એક આરોપીને મોપેડ સાથે રોકી લઇ તેની પાસેની મોપેડની ડીકીમાં તપાસ કરતાં કીમતી સોના-ચાંદીના દાગીના મૂકવાના જ્વેલર્સના માર્કવાળા શંકાસ્પદ પાકીટ તથા પાઉચ મળી આવતાં તેને આ બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપી કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

ત્રીસ લાખથી વધુની ઘરફોડ ચોરીનો ભેદ ખૂલ્યો
જેથી આરોપી ઉપરની શંકા દ્રઢ થતાં તેની કડકાઇપૂર્વક પૂછપરછ કરતાં આરોપી ભાંગી પડ્યો હતો. અને છેલ્લા આઠેક મહિનાથી ભરૂચ જિલ્લામાં ઘરફોડ ચોરીમાં સક્રિય થયાની હકીકત જણાવી આજથી છ-સાત દિવસ અગાઉ શક્તિનાથ નજીક આવેલી એક સોસાયટીમાં બંધ મકાનમાંથી મળી કુલ ૬ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
ઝડપાયેલા આરોપીએ અંકલેશ્વરના બોરભાઠા ગામેથી તથા ભરૂચ શહેરમાં શ્રવણ ચોકડી નજીકથી નર્મદા નગર નજીકથી, ચાવજ જતા રોડ ઉપર આવેલી એક સોસાયટીમાંથી, ઝાડેશ્વર રોડ ઉપર આવેલી એક સોસાયટીમાંથી મળી કુલ ૬ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી

8,49,570નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી
તેમજ ચોરીમાં ગયેલા સોના-ચાંદીના કીમતી દાગીના તુલસીધામ નજીક આવેલ માં શક્તિ જ્વેલર્સ નામની સોનાની દુકાનમાં વેચાણ લેનાર સોનીને ઝડપી પાડતાં મુક્તિનગર વિસ્તારમાં થયેલી ચોરીના દાગીના મળી આવતાં બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે આ મામલે આરોપી મનસુખભાઈ બાબુભાઇ કલાણી (રહે.,બોરસદ, આણંદ) તેમજ જગદીશકુમાર હસ્તીમલ સોની ઝડપી પાડી બંને ઈસમ પાસેથી સોના-ચાંદીનાં ઘરેણાં સહિત કુલ ૮,૪૯,૫૭૦નો મુદ્દામાલ કબજે કરી તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top