Gujarat

ગોઘરા કાંડના મામલે ડોકયુમેન્ટ્રી બનાવનાર BBC વિરૂદ્ધ કેન્દ્ર પગલા ભરે: હર્ષ સંધવી

ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ગોધરાકાંડમાં તત્કાલીન મુખ્યમંત્રી (PM) નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સીટ દ્વારા કલીન ચીટ આપવામાં આવી છે ,ત્યારે તાજેતરમાં બીબીસી (BBC) દ્વારા ગોધરાકાંડ પર નવેસરથી ડોકયુમેન્ટરી બનાવવામાં આવી છે. આ સમગ્ર મામલે આજે ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય વિપુલકુમાર પટેલ દ્વારા વિધાનસભા ગૃહની અંદર બીબીસીની સામે પગલા ભારવની માંગ કરતો બિન સરકારી રાજકિય સંકલ્પ પસાર કરાયો હતો. ભાજપના સભ્યો અમીત ઠાકર , ધવલસિંહ ઝાલા તથા અન્ય સભ્યોએ બીબીસીની ડોકયુમેન્ટરીની આકરી ટીકા કરીને તેની સામે પગલા ભરવાની માંગ કરી હતી.

આ ચર્ચા પર જવાબ આપતાં ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ કહયું હતું કે ડોક્યુમેન્ટરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરૂદ્ધ નથી પરંતુ દેશના 135 કરોડ ભારતીય વિરુદ્ધ બનાવેલી ડોક્યુમેન્ટરી છે .નરેન્દ્ર મોદીએ સફળ નેતા ન બને તે માટે સતત પ્રયાસ કરવામાં આવ્યા છે પરંતુ નરેન્દ્ર મોદી ગુજરાતમાં સફળ નેતા બન્યા અને દેશના હાલ સફળ નેતા છે, એટલું જ નહીં હાલ વિશ્વ કક્ષાએ સફળ નેતા બની ગયા છે. આ ડોક્યુમેન્ટરીના સામે લોકો અલગ અલગ ટવીટ્ટ કરીને બીબીસી સમક્ષ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે માત્ર ભારત દેશ નહિ પરંતુ બ્રિટીશ દેશના નાગરિકો પણ બીબીસીની આ ડોક્યુમેન્ટરીનો વિરોધ કરી રહ્યા છે. બીબીસીને ભારત વિરોધી ફોબિયા થયેલો છે તે 2014થી ભારત વિરૂદ્ધ ષડયંત્ર કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે ઢોંગી બીબીસી સામે પગલા ભરવા જોઈએ, જેથી કરીને બીબીસી ફરીથી દેશના વડાપ્રદાન વિરૂદ્ધ કોઈ કાવતરું ના કરે.

Most Popular

To Top