SURAT

કમળ, પંજો કે ઝાડું : શહેરમાં ગલી-મહોલ્લામાં ચર્ચાનો એક જ વિષય રહ્યો

સુરત : વિધાનસભાની ચૂંટણી (Assembly Elections) માટે મતગતરી 8 ડિસેમ્બરે થનાર છે. ત્યારે સુરતની 12 બેઠકો (Seats Surat) પર કોણ જીતેશે તે અંગે આખો દિવસ અટકળોનુ બજાર ગરમ રહ્યું હતું. કમળ,પંજો કે ઝાડું કોણ મેદાન મારશે ? તે અંગે જુદા જુદા તર્ક વહેતા થયા હતાં. ભાજપ (BJP) તમામ 12 બેઠક પર તો આપ સાત બેઠક પર વિજય મળે તેવો દાવો કરે છે તો કોંગ્રેસ એક કે બે બેઠક પર વિજય તેના માટે આશાવાદી છે. જો કે ગણતરી પૂરી થયા બાદ જ અટકળોનો અંત આવશે.આ વખતની ચૂંટણીમાં સ્થિતિ જુદી છે,ત્રિકોણિયો જંગ છે.

ભાજપની સ્પષ્ટ બહુમતી આવી રહી છે
ઉપરાંત મતદારો હજી પણ પોતે કોની તરફ છે તેવું જાહેર કરતા નથી તેથી રાજકીય વિશ્લેષકો પણ ગોથા ખાઈ રહ્યાં છે. જોકે, બીજા તબક્કાના મતદાન બાદ એક્ઝિટ પોલમાં તો ભાજપની સ્પષ્ટ બહુમતી આવી રહી છે પરંતુ સુરતમાં મતદારની પેર્ટન જોતાં કોઈ નવાજુની થાય તેવું લાગી રહ્યું છે. વળી દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં આવા પોલ 100 ટકા સાચા પડયા નથી જે તે પાર્ટીની બેઠકોની સંખ્યા પોલ કરતા કંઇ અલગ જ આવી છે તેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ પોલ પર લોકોને વિશ્વાસ હોય તેવુ લાગતુ નથી.

જો કે કોનો દાવો સાચો પડે છે અને કોનો ખોટો તે આવતીકાલે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. મતગણતરી શરુ થયાના થોડા જ કલાકોમાં ખબર પડશે કે સુરતમાં કમળ ખીલશે પંજો મજબૂત થશે કે ઝાડું ચાલ્યું છે.

Most Popular

To Top