Business

ધરતીકંપ ક્યારેય ભવિષ્યવાણી કરીને નથી આવતો

તુર્કી અને સિરિયામાં વિનાશકારી ભૂકંપના ફક્ત ત્રણ દિવસ પહેલાં નેધરલેન્ડના રીસર્ચર ફ્રેંક હુગરબીટ્સ દ્વારા કરવામાં આવી હતી. હુગરબીટ્સે ભારત, પાકિસ્તાન, અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપની ભવિષ્યવાણી કરી છે. વાયરલ વીડિયોમાં હુગરબીટ્સ દ્વારા કહેવામાં આવે છે કે ભૂકંપની ગતિવીધીઓ અફઘાનિસ્તાથી શરૂ થશે. ભારત અને પાકિસ્તાનમાંથી પસાર થઈને હિન્દમહાસાગરમાં સમાપ્ત થઈ જશે. હુગરબીટ્સ દ્વારા કહેવામાં આવ્યુ છે કે પપ્પલબેંડ એશિયાના ઉપરથી પસાર થઈને હિન્દમહાસાગરમાં સમાપ્ત થઈ રહ્યો છે.

રડાર પર આ પ્રકારની ગતિવિધીઓ દેખાઈ રહી છે. પશ્ચિમ તરફથી આવી રહેવો પર્પલ બેંડ અફઘાનિસ્તાન ભારત, અને પાકિસ્તાન ઉપરથી પસાર થઈને હિન્દમહાસાગરના પશ્ચિમિ ક્ષેત્રમાં પસાર થઈ રહ્યો છે. જેમાં ભારતના વચ્ચેથી પર્પલબેંડ પસાર થશે. હુગરબીટ્સના સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થયા બાદ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના લોકો ભયભીત થઈ ગયા છે અને પછી હુગરબીટ્સે ખુબ ખુલાસો કર્યો કે આ ફક્ત અનુમાન છે…ભૂકંપ ક્યારે પણ પહેલાં કહીને નથી આવતો…આ માત્ર અંદાજો છે અને તમામ મોટા ધરતીકંપો થાય તે પહેલા વાતાવરણમાં નિશાન છોડતા નથી, તેઓ પોતે ક્યારેય તેની જાહેરાત કરતા નથી.

વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે, તે ભારે વરસાદ, વાવાઝોડા કે તોફાનની આગાહી કરી શકે છે. આ ઉપરાંત ભૂકંપ પછી આવતી સુનામીની જાહેરાત કરવામાં પણ તે સક્ષમ છે પરંતુ ભૂકંપની આગાહી કરવા જેટલો વિકાસ હજી વિજ્ઞાને કર્યો નથી. સાયન્સ અને ટેકનોલોજીના માધ્યમથી વૈજ્ઞાનિકો ભલે અવકાશમાં પહોંચી ગયા છે. મંગળ અને ચંદ્ર સુધી તેઓ પહોંચી ગયા છે. પરંતુ ધરતીના પેટાળમાં થતી હલચલના મામલે હજી તેમનું જ્ઞાન ખૂબ જ અલ્પ છે. જે પણ કુદરતી આપતી આવે છે તેને નામ ભલે કુદરતી આપવામાં આવ્યું હોય પરંતુ તેની પાછળના રહસ્ય પરથી પડદાં ઉઠાવીએ તો તે માનવસર્જીત જ હોય છે. કારણ કે, જે રીતે પેટાળમાંથી ખનીજ કાઢવાની વૈશ્વિક સ્પર્ધા ચાલી રહી છે.

જે રીતે ભૂજળનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે પણ કંઇક અંશે ભૂકંપ માટે જવાબદાર હોય શકે. આ વાતને કોઇ સમર્થન મળતું નથી પરંતુ જે રીતે કુદરતી સંપત્તિ સાથે ખિલવાડ થઇ રહ્યો છે તે અટકે અથવા તો મર્યાદિત થાય તે એટલું જ જરૂરી છે. વૈજ્ઞાનિકો માત્ર પેટાળમાં આવેલી પ્લેટ કેટલી સક્રિય છે કે નિષ્ક્રિય તે માત્ર પુસ્તકિયા જ્ઞાનને આધારે નક્કી કરે છે પરંતુ ક્યારેય તેઓ કહી નહીં શકતા કે, ભૂકંપ કયા વર્ષમાં અને ક્યાં અને કેટલી તીવ્રતાનો હશે. તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપે વિનાશ વેર્યો છે. આ ભૂકંપ બાદની સ્થિતિ જોઈને દુનિયાભરના લોકોમાં ડર ફેલાયો છે.

ભારતના લોકોમાં પણ આવો જ ડર ફેલાયેલો છે. આવો જાણીએ, ભારતની એવી જગ્યાએ વિશે જ્યાં ભૂકંપનો સૌથી વધુ ખતરો રહે છે.  ભૂકંપ પ્રભાવિત જગ્યાઓમાંની એક છે દેવભૂમિ ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં વારંવાર ભૂકંપના ઝટકા આવતા રહે છે. અહીં માત્ર ભૂકંપ જ નહીં, પરંતુ અન્ય પ્રાકૃતિક આપત્તિઓ પણ અનેક વખત આવતી રહે છે. ભૂકંપને લઈને સૌથી ખતરનાક વિસ્તારો 5 ઝોનમાં છે. જેમાંનું એક જમ્મુ કાશ્મીર પણ છે. ભૂકંપથી ભારતમાં સૌથી પ્રભાવિત વિસ્તારોમાં જમ્મુ કાશ્મીર સામેલ છે. આ ભારતનો સૌથી વધુ રિસ્કી વિસ્તાર માનવામાં આવે છે.

જમ્મુ કાશ્મીર ઉપરાંત હિમાચલ પ્રદેશ પણ ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાનું એક છે. આ રાજ્ય પણ એજ 5 ઝોનમાં સામેલ છે. આ વિસ્તારમાં પણ વારંવાર ભૂકંપ આવતા રહે છે. હિમાચલ પ્રદેશ અતિ સંવેદનશીલ ઝોન 4 અને 5માં આવે છે. ભૂકંપની દ્રષ્ટિએ સંવેદનશીલ 5માં ઝોનમાં આવનારા હિમાચલ પ્રદેશમાં વર્ષ 2021માં અંદાજે 60 નાના મોટા ભૂકંપ આવી ચુક્યા છે. હિમાચલમાં સૌથી મોટો ભૂકંપ 4 એપ્રિલ 1905માં કાંગડામાં આવ્યો હતો. જેમાં હજારો લોકોએ પોતાના જીવ ખોયા હતા.  બિહાર પણ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. એટલે અહીં પણ સતત ભૂકંપનો ખતરો ઉભો જ રહે છે. બિહારના અમુક વિસ્તારને ઝોન 5માં રાખવામાં આવ્યા છે.

પટના અને બિહારના રક્સૌલ જે ભારત- નેપાલ સીમા પર છે તે ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અહીં ભૂકંપરૂપી મોત લોકોના માથા પર ફરતું જ રહે છે. ઉત્તરી પંજાબ, સિક્કિમ, ચંદીગઢ પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરી બંગાળ, આંદામાન નિકોબાર, કચ્છનું રણ, સુંદરવન, મહારાષ્ટ્ર લાતૂર તમિલનાડુ, કર્ણાટકનો અમુક વિસ્તાર પણ ભૂકંપથી સૌથી વધુ પ્રભાવિત વિસ્તારોમાંના એક છે. દિલ્લીના પણ અમુક એવા ક્ષેત્ર છે જે ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં આવે છે. જેવા કે સોહના ફોલ્ટ લાઈન, દિલ્લી-મુરાદાબાદ ફોલ્ટ લાઈન, એનસીઆર આ ઉપરાંત લુટિયન્સ દિલ્લી વીઆઈપી વિસ્તાર પણ હાઈ રિસ્ક ઝોનમાં સમાવિષ્ઠ છે. 

Most Popular

To Top